Connect Gujarat
ગુજરાત

ભરૂચ લોકસભા સંસદીય મતદાર વિભાગ માટે ૧૭ ઉમેદવારો વચ્ચે થશે સ્પર્ધા

ભરૂચ લોકસભા સંસદીય મતદાર વિભાગ માટે ૧૭ ઉમેદવારો વચ્ચે થશે સ્પર્ધા
X

લોકસભાની સમાન્ય ચૂંટણી - ૨૦૧૯ ને અનુલક્ષીને ૨૨-ભરૂચ લોકસભા મતદાર વિભાગ માટે કુલ ૧૮ ઉમેદવારોના ફોર્મ મંજૂર થયા હતા. પરંતુ આજે ઉમેદવારીપત્ર પાછા ખેંચવાની તારીખે ઓલ ઇન્ડિયા હિન્દુસ્તાન કોંગ્રેસ પાર્ટીના અલ્તાફખાન દાઉદખાન પઠાણે પોતાની ઉમેદવારી પાછી ખેંચતાં હવે ૨૨-ભરૂચ લોકસભા સંસદીય મતદાર વિભાગ માટે ૧૭ ઉમેદવારો વચ્ચે સ્પર્ધા થશે.

આ ૧૭ ઉમેદવારોમાં મનસુખભાઇ ધનજીભાઇ વસાવા-ભારતીય જનતા પાર્ટી, વસાવા રાજેશભાઇ ચીમનભાઇ-બહુજન સમાજ પાર્ટી, શેરખાન અબ્દુ્લશકુર પઠાણ-ઇન્‍ડિયન નેશનલ કોંગ્રેસ, છોટુભાઇ અમરસિંહ વસાવા-ભારતીય ટ્રાયબલ પાર્ટી, પઠાણ સલીમખાન સાદીકખાન-સંયુક્તત વિકાસ પાર્ટી, વશી નરેન્દ્ર સિંહ રણધીરસિંહ-યુવા જનજાગૃતિ પાર્ટી, શબ્બીબરભાઇ મુસાભાઇ પટેલ-અપના દેશ પાર્ટી, સુખદેવ ભીખાભાઇ વસાવા-બહુજન મુક્તિ પાર્ટી, જીતેન્દ્ર નારસિંહ પરમાર-અપક્ષ, પટેલ ઇમરાન ઉમેરજીભાઇ - અપક્ષ, પરમાર અશોકચંદ્ર ભીખુભાઇ - અપક્ષ, મુખ્તીયાર અબ્દુલરહીમ શેખ-અપક્ષ, રફીકભાઇ સુલેમાનભાઇ શાપા-અપક્ષ, રાજેશભાઇ લલ્લુભાઇ સોલંકી-અપક્ષ, વસાવા નવીનભાઇ હિંમતભાઇ-અપક્ષ, વિક્રમસિંહ દલસુખભાઇ ગોહિલ-અપક્ષ, સિંધા કિરીટસિંહ નાથુબાવા-અપક્ષનો સમાવેશ થાય છે.

Next Story