ભરૂચ: વાલિયાની પ્રભાત સહકારી જીનમાં રાખવામાં આવેલ કપાસના જથ્થામાં લાગી આગ
BY Connect Gujarat22 Nov 2019 11:11 AM GMT

X
Connect Gujarat22 Nov 2019 11:11 AM GMT
કપાસનો મોટો જથ્થો બળીને ખાક
ભરૂચ જિલ્લાના વાલિયા તાલુકાની પ્રભાત સહકારી જીનમાં એકાએક આગ ભભૂકતા એક સમયે નાસભાગ મચી જવા સાથે જીન સંચાલકોના જીવ તાળવે ચોંટ્યા હતા.
ઘટનાની પ્રાપ્ત પ્રાથમિક વિગત અનુસાર ભરૂચ જિલ્લાના વાલિયા તાલુકાના પ્રભાત સહકારી જીનમાં મોટા પ્રમાણમાં કપાસનો જથ્થો રાખવામાં આવ્યો હતો.જે જથ્થામાં એકા એક આગ ભભૂકી ઉઠતા નાસભાગ મચી જવા પામી હતી.જોત જોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લેતા કપાસનો જથ્થો ખાક થઈ જવા પામ્યો હતો. જો કે જીન સંચાલકો દ્વારા તુરંત ફાયર વિભાગને જાણ કરતા ફાયર ફાઇટરો તુરંત ઘટના સ્થળે દોડી આવી આગ ઉપર કાબુ મેળવવા પ્રયત્નો હાથધર્યા હતા.હાલમાં આ આગ લાગવાનું કારણ અકબંધ રહેવા પામ્યું છે.
Next Story