Connect Gujarat

ભરૂચ : શહેરને ફેરવી દેવાયું પોલીસ છાવણીમાં, દુકાનો બંધ કરાવવા નીકળી પાલિકાની ટીમ

ભરૂચ : શહેરને ફેરવી દેવાયું પોલીસ છાવણીમાં, દુકાનો બંધ કરાવવા નીકળી પાલિકાની ટીમ
X

કોરોના

વાયરસના પગલે સોમવારે સાંજે આરડીસીના જાહેરનામા બાદ પોલીસ અને પાલિકાની ટીમો

સક્રિય બની હતી. કલમ 144ના કડક અમલ માટે શહેરમાં પોલીસ ચેકિંગ શરૂ કરી દેવાયું છે જયારે પાલિકાની

ટીમો લારીઓ, ગલ્લાઓ તેમજ અન્ય દુકાનો બંધ કરાવવાના કામે લાગી ચુકી છે.

કોરોના

વાયરસના કારણે આખરે ભરૂચ જિલ્લામાં પણ પ્રતિબંધોને વધુ કડક કરી દેવાયાં છે. માત્ર

આવશ્યક ચીજવસ્તુઓ સિવાયની તમામ દુકાનો અને શોરૂમ બંધ કરી દેવા સહિતના પ્રતિબંધો

ફરમાવી દેવાયાં છે. કલેકટર કચેરી તરફથી બહાર પાડવામાં આવેલા જાહેરનામા બાદ સોમવારે

સાંજથી પોલીસ અને પાલિકાની ટીમ સક્રિય બની ચુકી છે. શહેરના વિવિધ વિસ્તારોમાં

પાનના ગલ્લા, લારીઓ સહિતની અન્ય દુકાનો બંધ કરાવવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી હતી.

શહેરની તમામ ચોકડીઓ તથા સર્કલ ખાતે પોલીસે વાહન ચેકિંગ શરૂ કરી દીધું છે. કોરોના

વાયરસને ફેલાતો રોકવા માટે લોકોને ઘરોની બહાર નહી નીકળવા માટે આદેશો જારી કરી

દેવામાં આવ્યાં છે.

Next Story
Share it