Connect Gujarat
ગુજરાત

ભરૂચ શહેરમાં તસ્કરો પોતાના કરતબ અજમાવતા CCTV કેમેરા માં કેદ

ભરૂચ શહેરમાં તસ્કરો પોતાના કરતબ અજમાવતા  CCTV કેમેરા માં કેદ
X

ભરૂચ શહેરમાં અવારનવાર તસ્કરો લોકોની મહેનતની કમાણી પર પોતાના હાથ ફેરા કરીને જિંદગી ભરની કમાણીને ઉજેડી જાય છે. ભરૂચમાં પાછલા 1થી 2 મહિનામાં 8 થી 10 ચોરીઓ નોંધાવા પામી છે જે માં CCTV કેમેરામાં મોટા ભાગની ચોરી ઓ કેદ થઈ છે.

ભરૂચ શહેરમાં કોઈ પણ એવુ પોલીસ સ્ટેશન નહિ હોય કે જ્યાં ચોરીઓ થવાની ફરિયાદો નથી ત્યારે પોલીસની નાઈટ પેટ્રોલિંગ પર પણ સવાલ ઉઠવા માંડ્યા છે .પોલીસ કાફલો રોજ પેટ્રોલિંગ કરતા રહે છે અને એની સામે ચોરો પણ એમનું કામ કરતાં જ રહે છે.

આવી જ એક ઘટના ભરૂચ બી ડિવિઝન વિસ્તાર માં આવેલા આબાદ નગર માં બની હતી .જ્યાં ચોર બિનદાસ પણે સોસાયટી વિસ્તાર માં મકાનો ની રેકી કરતો સોસાયટી ના કેટલાક ઘરો ના CCTV માં કેદ થવા પામી હતી..

Next Story