Connect Gujarat
ગુજરાત

ભરૂચ : શીખ સમુદાયે ગુરૂ નાનક જયંતિની કરી ઉજવણી, ગુરૂદ્વારામાં યોજાયા કાર્યક્રમો

ભરૂચ : શીખ સમુદાયે ગુરૂ નાનક જયંતિની કરી ઉજવણી, ગુરૂદ્વારામાં યોજાયા કાર્યક્રમો
X

શીખ ધર્મના

સ્થાપક ગુરૂ નાનકની જન્મજયંતિની ભરૂચ શહેર તથા જિલ્લામાં ઉજવણી કરવામાં આવી હતી.

શીખ સમાજના લોકોએ ગુરૂદ્વારામાં જઇ પ્રાર્થના કરી હતી. આ અવસરે રકતદાન શિબિર

સહિતના સમાજ ઉપયોગી કાર્ય કરાયાં હતાં.

શીખ ધર્મના

સંસ્થાપક ગુરૂ નાનકદેવનો જન્મ 20 ઓક્ટોબર 1469ના રોજ

કારતક સુદ પૂનમની

તિથિએ પાકિસ્તાનના શેખુપુરા જીલ્લાના રાય ભોઈ દી તલવંડી ખાતે થયો હતો. ગુરૂ

મહારાજના પ્રકાશ (જન્મ) સમયે શીખ સમાજના લોકો ફૂલોનો વરસાદ કરે છે તેમજ ફટાકડા ફોડે છે

અને સામૂહિક પ્રાર્થના કરે છે. પ્રભાતકાળમાં શીખ સમુદાયના લોકોએ ગુરૂદ્વારા

સાહેબમાં ગુરૂ નાનકદેવજીને વંદન કર્યા હતાં. ગુરૂ નાનકદેવજીએ શીખ લોકોને ત્રણ

નિયમોનું પાલન કરવાનું કહ્યું છે. એ ત્રણ નિયમો છે ઈશ્વરની આરાધના, મહેનતની કમાણી અને ગરીબોને દાન. ભરૂચ

શહેરના કસક વિસ્તારમાં આવેલાં ગુરૂદ્વારા ખાતે તથા લુવારા નજીક આવેલાં ગુરૂદ્વારામાં

ગુરૂનાનક જયંતિના પાવન અવસરે વિવિધ કાર્યક્રમો યોજવામાં આવ્યાં હતાં જેમાં રકતદાન

શિબિરનો પણ સમાવેશ થવા જાય છે.

ગુજરાત

રાજયમાં વિવિધ સ્થળોએ યોજાતા ભાતીગળ મેળાઓ વિશ્વભરમાં નામના ધરાવે છે. કારતકી

પુર્ણિમાના દિવસે ભરૂચ જિલ્લાના શુકલતીર્થ ગામે જયારે અરવલ્લીના શામળાજી ખાતે ભરાતા

મેળામાં માનવ મહેરામણ ઉમટી પડતું હોય છે. શામળાજી ખાતે ભરાતા મેળા વિશે વિશેષ

અહેવાલ ………..

ગુજરાત તેની

સંસ્કૃતિ, કલા અને લોક

મેળાઓ વિશ્વ ભરમાં પ્રચલિત છે. શામળાજીમાં કારતક સુદ પૂનમના રોજ ભરતા કાર્તિકી

પૂનમનો મેળામાં શ્રધ્ધાળુઓનું ઘોડાપુર ઉમટે છે. અગિયારસથી શરૂ થતાં પાંચ દિવસના

મેળામાં પાંચ લાખ જેટલા દર્શનાર્થીઓ આવે છે. અહીં મંદિરમાં બિરાજતા ગદાધર શ્રી

કૃષ્ણ ભગવાની પ્રતિમાના દર્શન કરી ભક્તો કાન્હાના ભક્તિ રસમાં જાણે રંગાઈ જતાં હોય

તેવો અહેસાસ કરે છે. મહિલાઓ ભજનની રમઝટ બોલાવી કૃષ્ણ ભકિતમાં લીન બની જાય છે.

શામળાજીમાં

બિરાજતા ભગવાન કૃષ્ણ આદિવાસી

પ્રજાના આરાધ્ય દેવ છે અને તેઓ ભગવાનને કાળિયા દેવ તરીકે પૂજે છે. મેળામાં રાજસ્થાન, ગુજરાત અને મધ્યપ્રદેશથી ભકતો મેળામાં

ઉમટી પડે છે. મેળામાં આવતા શ્રદ્ધાળુઓ ખાસ નાગધરા કુંડમાં સ્નાન કરે છે. એક

માન્યતા મુજબ માનવી કે અન્ય પ્રાણીઓના અસ્થ નાગધરામાં નાખવામાં આવે છે અને તેના

નામથી શ્રાદ્ધ કરવામાં આવે છે, તે દેહધારી જીવાત્માઓને ફરી જન્મ લેવો પડતો નથી અને તેને મોક્ષની પ્રાપ્તિ

થાય છે. મેશ્વો અને પીંગા નદીનું સંગમ સ્થાન નાગધરા તરીકે ઓળખાય છે.

Next Story