ભરૂચ: શ્રાવણીપુનમે કરાયો મેઘરાજાનો શણગાર
BY Connect Gujarat15 Aug 2019 7:04 AM GMT

X
Connect Gujarat15 Aug 2019 7:04 AM GMT
આસ્થાના પ્રતિક સમા મેઘરાજાની મુર્તિ પ્રતિવર્ષ ભોઇ સમાજના અલગ-અલગ કારીગરો હાથ વડે ઘડે છે.તેની ખાશીયત એ છે કે કોઇ પણ બીબા વગર બનાવાતી મેઘરાજાની આ પ્રતિમાનું મુખારવિંદ દર વખતે એક સરખું જ હોય છે.અષાઢિ ચૌદસના દિવસે મોડી રાતે ભોઇ સમાજ દ્વારા નર્મદાની માટી લાવી પ્રતિમા બનાવવાનો આરંભ કરવામાં આવે છે જે દિવાસાની વહેલી સવારે પુર્ણ કરાય છે.
મેઘરાજાની વિધિવત સ્થાપના બાદ તેને રંગરોગાન કરી શ્રાવણી પૂનમ એટલે કે બળેવના દિવસે વાઘા પહેરાવી સુશોભીત કરવામાં આવે છે.ભોઇ સમાજ દ્વારા મેઘરાજાના ઉત્સવની તાડામાર તૈયારીઓ આરંભાઇ છે.૧૦ દિવસ ચાલનારા આ મેઘોત્સવને માણવા ભારતભરમાંથી લોકો ઉમટે છે અને મેઘરાજાના દર્શન કરી ઘન્યતા અનુભવે છે.
Next Story