Top
Connect Gujarat

ભરૂચ શ્રી નર્મદા સંસ્કૃત વેદ પાઠશાળા ખાતે 5001 શ્રીફળનાં શિવલિંગનાં દર્શનનો લ્હાવો લેતા શ્રધ્ધાળુઓ

ભરૂચ શ્રી નર્મદા સંસ્કૃત વેદ પાઠશાળા ખાતે 5001 શ્રીફળનાં શિવલિંગનાં દર્શનનો લ્હાવો લેતા શ્રધ્ધાળુઓ
X

ભરૂચ પાવન શલીલા માઁ નર્મદા નદીનાં કિનારે ઝાડેશ્વર ખાતે આવેલ શ્રી નર્મદા સંસ્કૃત વેદ પાઠશાળાનાં ઋષિકુમારો દ્વારા પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે 5001 શ્રીફળ માંથી 11 ફૂટ ઉંચા શિવલિંગનું નિમાર્ણ કરવામાં આવ્યુ છે.

શ્રી નર્મદા વેદ પાઠશાળામાં 5001 શ્રીફળ માંથી શિવલિંગ નિર્માણમાં સુધીર પ્રવીણભાઈ જાદવ,ભાવેશ ખુશવદન જાદવ,શૌલા આર્ટનાં અલ્પેશભાઈ ,સુમિત અને શૈલેષ પેઈન્ટરે ડિઝાઇન પેઇન્ટિંગ કરીને કોમ્પ્યુટર આર્ટની કામગીરી થકી શિવલિંગનાં નિર્માણમાં સહયોગ આપ્યો છે.

જ્યારે પાઠશાળાનાં પૂર્વ વિદ્યાર્થીએ એક , ચાર , આઠ અને બાર શિવલિંગની આકૃતિઓ તૈયાર કરી છે.

આ કાર્યક્રમ દરમિયાન મેનેજીંગ ટ્રસ્ટી દિનેશ પંડયાએ સ્વાગત પ્રવચનમાં તપોવન સંકુલમાં શ્રાવણ માસનાં અંતિમ પાંચ દિવસો દરમિયાન સવારે 10 થી 12 લઘુરુદ્ર અને સાંજે 7 કલાકે આરતી અને મહાપ્રસાદીનું આયોજન કરવામાં આવ્યુ હોવાનું જણાવ્યુ હતુ.જેનો લાભ લેવા માટે પણ શ્રધ્ધાળુઓ ને આમંત્રણ પાઠવ્યુ છે.

આ પ્રસંગે યોગેશ પંડયાએ ઋષિકુમારોનાં નિવાસ માટે ત્રીજો માળ બાંધવાનું અને અન્નપૂર્ણા ભવન અંગેની આગામી પ્રોજેક્ટની માહિતી આપી હતી.

સત્યમ મહિલા બી.એડ કોલેજ,કોમર્સ કોલેજનાં મેનેજીંગ ડાયરેક્ટર જાગૃતિબહેન પંડયા, પ્રાધ્યાપક ગણ તેમજ પાઠશાળાનાં આચાર્ય ગૌતમભાઈ, પ્રાધ્યાપક હેમેન્દ્રભાઈનાં માર્ગદર્શન હેઠળ સુંદર શિવલિંગ દર્શનનો શુભારંભ થયો છે.

Next Story
Share it