Connect Gujarat

ભરૂચ : સબજેલના કેદીઓને જીવનજરૂરીયાતની વસ્તુઓની કીટનું વિતરણ

ભરૂચ : સબજેલના કેદીઓને જીવનજરૂરીયાતની વસ્તુઓની કીટનું વિતરણ
X

ભરૂચ સબ જેલના કેદીઓ માટે ભરૂચ સીટીઝન કાઉન્સિલ દ્વારા જિલ્લા કાનૂની મંડળની સુચના અને માર્ગદર્શન હેઠળ જીવન જરૂરીયાતની વસ્તુઓની 500 કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું.

કોરોના

વાયરસની મહામારીના કારણે દેશભરમાં લોક ડાઉન ચાલી રહયું છે ત્યારે ભરૂચની સબજેલમાં

રહેતા કેદીઓ પાસે જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓ ઘટી ગઈ હોવાની વિગતો સપાટી પર આવી

હતી. જિલ્લા કાનુની સેવા સત્તામંડળના સત્તાધીશોએ તાત્કાલિક આ બાબત પર ધ્યાન આપી

તેના નિવારણ માટેના પ્રયાસો હાથ ધર્યા હતાં. તેમણે ભરૂચ સીટીઝન કાઉન્સિલનો સંપર્ક કરતા

ટ્રસ્ટના સભ્યોએ જરૂરી ચીજવસ્તુઓનું વિતરણ કર્યું હતું..જેલના કેદીઓને કુલ 500 જેટલી

કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. ટ્રસ્ટના પરેશભાઈ ભટ્ટ , કદમ શાહ અને

ઋત્વિકભાઇ સહિતના સભ્યોએ ભારે જહેમત ઉઠાવી કીટ તૈયાર કરી તેને કેદી ભાઇઓ સુધી

પહોંચાડી હતી.

Next Story
Share it