Connect Gujarat
ગુજરાત

ભરૂચ સહિત આસપાસના ગામોમાં વરસાદને પગલે સર્વત્ર જળબંબાકાર

ભરૂચ સહિત આસપાસના ગામોમાં વરસાદને પગલે સર્વત્ર જળબંબાકાર
X

વર્ષ ૨૦૧૯ નું ચોમાસુ ગુજરાતના

લોકોના માનસપટ પર સદાયે અંકિત રહેશે એમાં કોઇ મિનમેખ નથી. સતત ત્રણ માસ સુધી

સમયાંતરે વરસેલા વરસાદને પગલે સર્વત્ર જળબંબાકારના દ્રશ્યો સર્જાયા હતા. તેમ છતાં

મેઘરાજા ધરતીના આલિંગનથી હજુ પણ તૃપ્ત ન થયા હોય એમ દિવાળીના વેકેશનથી ફરી મેઘરાજાએ પોતાની હાજરી પુરાવવાનું શરૂ કર્યુ છે. શનિવારના રોજ

વહેલી સવારથી જ ભરૂચ, દયાદરા ગામ સહિત આસપાસના

ગ્રામોમાં વિસ્તારોમાં કાળા ડિબાંગ વાદળો ચડી આવતા ચોમાસા જેવો માહોલ સર્જાયો હતો.

ભરૂચ અને દયાદરા નગર સહિત પંથકના

ગ્રામ્ય વિસ્તારોમાં શનિવારે વહેલી સવારે વાતાવરણમાં અચાનક પલટા સાથે વરસાદ વરસતા

લોકો અચંબિત થઇ ઉઠ્યા હતા. શનિવારના રોજ ભરૂચ અને દયાદરા ગામના વાતાવરણમાં પલટો

આવતા આસપાસના ગામોમાં વરસાદ વરસ્યો હતો. વરસાદ વરસતા વાતાવરણમાં અનેરી ઠંડક પ્રસરી

જવા પામી હતી. કમોસમી વરસાદને પગલે ખેતીના પાકને નુકશાન થવાની ભીતિ પણ ધરતીપુત્રો

સેવી રહ્યા છે. અચાનક વરસાદ વરસતા ધરતીપુત્રો મુંઝવણમાં મુકાયા હતા.

Next Story