Connect Gujarat
ગુજરાત

ભરૂચ : સાંસરોદ હાઇસ્કૂલ ખાતે શ્રેષ્ઠ શાળા એવોર્ડ પ્રાપ્ત થતા કરાઇ ઉજવણી

ભરૂચ : સાંસરોદ હાઇસ્કૂલ ખાતે શ્રેષ્ઠ શાળા એવોર્ડ પ્રાપ્ત થતા કરાઇ ઉજવણી
X

ભરૂચના પાલેજ નજીક આવેલા સાંસરોદ ગામની ધી સાંસરોદ

હાઇસ્કૂલને વડોદરા જિલ્લાની શ્રેષ્ઠ શાળાનો અવોર્ડ પ્રાપ્ત થતા બુધવારના રોજ

શાળાના પટાંગણમાં ગામના અગ્રણીઓની ઉપસ્થિતિમાં ઉજવણી કરાઇ હતી. કાર્યક્રમનો

પ્રારંભ તિલાવતે કુરાન શરીફથી થયો હતો. ત્યારબાદ શાળાના આચાર્ય જનક જોશીએ શ્રેષ્ઠ

શાળાનો એવોર્ડ પ્રાપ્ત થતા શાળાની પ્રગતિમાં સિંહફાળો આપનાર તમામ નામી અનામી

સંચાલકોનો આભાર વ્યક્ત કરી શાળા વધુને વધુ સિદ્ધિના સોપાનો સર કરે એવી શુભેચ્છાઓ

પાઠવી હતી.

આ પ્રસંગે શાળાની ઇમારત માટે સૌથી વધુ યોગદાન આપનાર મર્હુમ હસનભાઇ મઠિયાને વિશેષ

યાદ કરી તેઓના યોગદાનને બિરદાવ્યું હતું. ત્યારબાદ હુસૈન સાલેહ તેમજ ગુલામભાઇ

ગજનીએ સંયુક્ત રીતે શ્રેષ્ઠ શાળાનું પ્રમાણપત્ર ગામના પૂર્વ પ્રમુખ ઉસ્માનગનીને

લાખાને અર્પણ કર્યુ હતું.

ત્યારબાદ નવનિયુકત પ્રમુખ એૈયુબભાઇ બાવલાએ શાળાના પ્રમુખ તરીકે નિયુક્ત થવા બદલ

શાળા સંચાલકો સહિત ગામ આગેવાનોનો આભાર વ્યક્ત કરી શાળા વધુને વધુ પ્રગતિ કરી સમગ્ર

રાજ્યમાં શાળાનું નામ રોશન કરે એવી શુભેચ્છાઓ પાઠવી હતી. અંતમાં શાળાના શિક્ષક

અલાઉદ્દીનભાઇએ આભારવિધિ સાથે કાર્યક્રમનું સમાપન કરાવ્યું હતું. ત્યારબાદ

નવનિર્મિત બાગને ગામના પૂર્વ પ્રમુખ હુસૈનભાઇ સાલેહે રિબિન કાપી ખુલ્લો મુક્યો

હતો.

Next Story