Connect Gujarat

ભરૂચ : સિકલસેલ એનિમિયા જાગૃતિનો કાર્યક્રમ,75 જેટલા દર્દીઓએ લાભ લીધો

ભરૂચ  : સિકલસેલ એનિમિયા જાગૃતિનો કાર્યક્રમ,75 જેટલા દર્દીઓએ લાભ લીધો
X

આદિવાસી બાહુલ્ય ધરાવતા વિસ્તારોમાં સિકલસેલ એનિમિયાના રોગનું પ્રમાણ વધારે જોવા મળે છે ત્યારે ભરૂચમાં આ રોગ વિષે લોકોમાં જાગૃતિ આવે તે માટે ખાસ અભિયાન યોજવામાં આવ્યું હતું.

ગુજરાતના

ખાસ કરીને પૂર્વીય વિસ્તારમાં સિકલસેલ એનિમિયા નામનો ગંભીર કહી શકાય તેવો રોગ જોવા

મળે છે. જેમાં દર્દીને અચાનક અસહ્ય પીડા ઉપડે છે અને લાંબી માંદગી બાદ તેનું

મૃત્યુ પણ નીપજે છે. જોકે ગંભીર બાબત તો એ છે કે આ રોગ પેઢી દર પેઢી પ્રસરે છે.

જેથી આ રોગને કાબુમાં લાવવા જન જાગૃતિ ખૂબ જ આવશ્યક થઈ પડે છે.

રોગ વિશે લોકોને જાગૃત કરવાના ભાગરૂપે ભરૂચમાં નોવારટીસ અને સ્પજીમર સંસ્થાઓના સહયોગથી

૭૫ સિકલસેલના દર્દીઓ અને જાગૃત નાગરિક દ્વારા જન જાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો.

જેમાં ખાસ કરીને આ રોગ અન્ય એકબીજાના શરીરમાં ફેલાતાં કેવી રીતે અટકાવી શકાય. રોગ

થયો છે તો તેને લાગતી કઈ કઈ બાબતોની કાળજી રાખવી સહિતની માહિતીઓની આપ લે થઈ હતી. આ

સમગ્ર કાર્યક્રમમાં ડૉ. ડેકસ્ટર, ડૉ. પ્રશાંત વસાવા સહિતના તબીબો હાજર રહ્યા હતા.અત્રે ઉલ્લેખનીય

છે કે ડૉ. ડેકસ્ટર અને તેમની ટીમ સરકાર

તરફથી દર્દીઓને વધુમાં વધુ સરકારી લાભ મળે તેવા પ્રયાસો કરી રહ્યા છે.

Next Story
Share it