New Update
/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2019/04/77-4.jpg)
એક બાઈક ચાલક પોતાની પત્ની ને લઈ સિવિલ હોસ્પિટલ ના ટ્રોમાં સેન્ટર માં ઘુસ્યા.સિવિલ પર હાજર પોલીસ કર્મી એ વચ્ચે આવી બાઈક ચાલક પતિ પત્ની ને બાઈક સમેત બહાર કાઢ્યા.
બપોર ના સુમારે ભરૂચ સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે એક કાકા પોતાની પત્ની ને લઈ ને આવ્યા હતા.તે દરમિયાન બાઈક લઈ આવેલા કાકા દ્વારા બાઈક ને પાર્કિંગ માં પાર્ક કરવાને બદલે બાઈક ને લઈ ને સીધા ભરૂચ સિવિલ હોસ્પિટલ ના તાત્કાલિક સારવાર વિભાગ માં અંદર ઘુસી ગયા હતા.
બાઈક લાઈન ને અંદર આવતાજ બે મિનિટ માટે બધા સ્થબ થઈ ગયા હતા.જોકે સિવિલ પર હાજર પોલીસ કર્મી જસવંત ભાઈ દ્વારા એ કાકા ને સમજાવી ને બાઈક સાથે સિવિલ હોસ્પિટલ ની બહાર કાઢ્યા હતા.આ બનાવ બનતા ની સાથે હજાર લોકો તથા સિવિલ હોસ્પિટલના સ્ટાફ ના વ્યક્તિઓમાં હાસ્યનું મોજું ફરી વળ્યું હતું.
Latest Stories