Top
Connect Gujarat

ભરૂચ સ્વામિનારાયણ મંદિરે દૂધના હિંડોળોનાં દર્શનનો લ્હાવો લેતા શ્રધ્ધાળુઓ

ભરૂચ સ્વામિનારાયણ મંદિરે દૂધના હિંડોળોનાં દર્શનનો લ્હાવો લેતા શ્રધ્ધાળુઓ
X

ભરૂચનાં દાંડીયા બજાર ખાતે આવેલ સ્વામિનારાયણ મંદિરે ભગવાનને દૂધ અને દૂધની બનાવટનાં હિંડોળાનો શણગાર કરવામાં આવ્યો હતો.

ભરૂચ દાંડીયા ભજાર ખાતેનાં સ્વામિનારાયણ મંદિર ખાતે શ્રાવણ માસ નિમિતે ઉજવાતા હિંડોળા ઉત્સવ પ્રસંગે અમુલ દૂધ તેમજ દુધધારા ડેરીના દૂધ, દહીં, છાશ સહિતની પ્રોડક્ટથી ભગવાનને હિંડોળાનો શણગાર કરવામાં આવ્યો હતો.સ્વામિનારાયણ મંદિરના કોઠારી સ્વામી પુરસોત્તમદાસ સ્વામી (પાટીલ સ્વામી) અને ભક્તો દ્વારા ભગવાનને દૂધના હિંડોળાનો શણગાર કર્યો હતો, આ નવતર હિંડોળાના દર્શન અર્થે શ્રધ્ધાળુઓની ભારે ભીડ ઉમટી પડી હતી, અને દૂધના હિંડોળાના દર્શન કરીને ભક્તોએ ધન્યતા અનુભવી હતી.

Next Story
Share it