ભરૂચ : હેલ્પિંગ હેન્ડ સંસ્થા દ્વારા જરૂરિયાતમંદોને અનાજનું વિતરણ કરાયું

0
105

કોરોના વાયરસના સંક્રમણ સામે સામે સમગ્ર વિશ્વ લડી રહ્યું છે, ત્યારે ભારતભરમાં 21 દિવસ માટે લોકડાઉનની જાહેરાત કરવામાં આવી છે, ત્યારે ભરૂચની હેલ્પિંગ હેન્ડ સંસ્થા દ્વારા જરૂરિયાતમંદોને અનાજનું વિતરણ કરવામાં આવ્યું હતું.

ભરૂચમાં બહારથી આવતા શ્રમજીવી પરિવાર તેમજ ગરીબ અને ભિક્ષુક લોકો માટે અનાજનું વિતરણ કરવામાં આવ્યું હતું. હેલ્પિંગ હેન્ડ સંસ્થાના સભ્ય અજયસિંહ રણાએ જણાવ્યુ હતું કે, ભરૂચમાં સતત અનાજ વિતરણનો કાર્યક્રમ યથાવત રાખી જરૂરિયાતમંદો, ગરીબ વર્ગ કે શ્રમજીવી પરિવાર તેમજ કોઈ પણ ભિક્ષુક ભૂખો ન રહે ન રહે તે માટે તકેદારી રાખવામાં આવશે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here