Connect Gujarat
ગુજરાત

ભરૂચ: Facebook ઉપરથી મહિલાનું ID હેક કરી હેરાન કરતો રોમીયો ઝડપાયો

ભરૂચ: Facebook ઉપરથી મહિલાનું ID હેક કરી હેરાન કરતો રોમીયો ઝડપાયો
X

ફેસબુક સાઇટ ઉપરથી મહિલાનું ઇ-મેઇલ આઇ.ડી. મેળવી હેક કરી હેરાન પરેશાન કરતા આરોપીને હૈદરાબાદ ખાતેથી ભરૂચ સાયબર ક્રાઇમ સેલ તથા ભરૂચ શહેર “એ” ડીવીઝન પોલીસે ઝડપી પાડી તેના વિરૂધ કાયદેસરની કાર્યવાહી હાથધરી છે.

હાલના સમયમાં ભરૂચ જીલ્લામાં તથા ગુજરાતમાં સાયબર ક્રાઇમને લગતા ગુનાઓ વધતા હોઇ જેથી આ આરોપીઓને પકડી પાડી ગુનાઓ શોધી કાઢવા સાયબર ક્રાઇમ સેલ ભરૂચનાઓને સુચના તથા માર્ગદર્શન આપેલ. જે અનુસંધાને ભરૂચ સાયબર ક્રાઇમ સેલ દ્વારા જીલ્લામાં સાયબર ક્રાઇમને લગત બનેલ ગુનાઓમાં વર્કઆઉટ શરૂ કરેલ અને ભરૂચ શહેર “એ” ડીવીઝન પો.સ્ટે.માં રજીસ્ટર્ડ થયેલ ગુનો જેમાં ફરીયાદી બહેનના ઇ-મેઇલ આઇ.ડી. કોઇ અજાણ્યા ઇસમે હેક કરી તેમાં પાસવર્ડ બદલી દુરઉપયોગ કરેલ જે મુજબની ફરીયાદના આધારે ભરૂચ સાયબર ક્રાઇમ દ્વારા સઘન ટેકનીકલ એનાલીસીસ કરતા આરોપી હૈદરાબાદનો હોવાનું જણાઇ આવ્યું હતું.

ભરૂચ શહેર “એ” ડીવીઝન પોલીસ સ્ટેશન તથા સાયબર ક્રાઇમ સેલ ભરૂચની સંયુક્ત ટીમ હૈદરાબાદ ખાતે તપાસમાં જઇ ટેકનીકલ સર્વેલન્સનાં આધારે તપાસ કરતા આરોપી નામે સૌરભકુમાર અશોકકુમાર મિત્તલને હૈદરાબાદ ખાતેથી પકડી પાડયો હતો. પોલીસે તેની પુછપરછ કરતા આરોપીએ ગુનો કરેલાની કબુલાત કરતા ભરૂચ શહેર “એ” ડીવીઝન પોલીસ દ્વારા તેની અટક કરી આગળની કાર્યવાહી તપાસ હાથ ધરી હતી.

પોલિસ દ્વારા આ આરોપીની પુછપરછ દરમ્યાન આરોપીએ ફરીયાદી બહેનને ફેસબુક સાઇટ ઉપર ફ્રેન્ડ રીકવેસ્ટ મોકલેલ અને ફરીયાદી બહેને ફેન્ડ રીક્વેસ્ટ એક્સેપ્ટ કરતા તેનો ફાયદો ઉઠાવી આ આરોપી દ્વારા ફેસબકમાંથી ફરીયાદી બહેનનું ઇ-મેઇલ આઇ.ડી. જણાય આવતા આરોપી પોતે B.Tech. નો અભ્યાસ કરેલ હોઇ અને કોમ્યુટરમાં માસ્ટરી ધરાવતો હોઇ ઇ-મેઇલ આઇ.ડી. હેક કરેલાનું જણાવ્યું હતું. જેથી પોલીસે અન્ય કેટલા વ્યક્તિઓના ઇ-મેઇલ આઇ.ડી. હેક કરેલ છે જેની હાલ ટેકનીકલ તપાસ કરવા સાથે અન્ય કોઇ ગુનામાં આ અરોપીની સંડોવણી છે કે તેમ તે અંગે વધુ તપાસ હાથધરી હતી.

Next Story
Share it