લોકસભાની ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે. ત્યારે ભાજપે ચૂંટણીલક્ષી કાર્યક્રમો શરૂ કરી દીધા છે. આજે સવારે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ મેરા પરિવાર ભાજપા પરિવાર કાર્યક્રમનો પ્રારંભ કરાવ્યો. તેઓએ પોતાના થલતેજ સ્થિત નિવાસસ્થાન રોયલ ક્રેસન્ટ ખાતેથી ભાજપનો ધ્વજ ફરકાવ્યો.ત્યારબાદ અમિત શાહ કાર્યકર્તાઓને સંબોધશે. ધ્વજ લગાવી ઘર ઘર ચાલો અભિયાનની કરાવશે શરૂઆત કરાવશે.

ત્યારબાદ તેઓ રેલી કાઢશે આ પ્રસંગે મુખ્યમંત્રી વિજય રૂપાણી, ઓમ માથુર અને ભાજપના અન્ય વરિષ્ઠ નેતાઓ તથા કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેશે. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ જીપમાં બેસીને રેલી કાઢવાના છે. તેઓ થલતેજથી બોડકદેવમાં આવેલા દિન દયાલ હોલ સુધી રેલી કાઢશે. ત્યાર બાદ હોલની અંદર તેઓ કાર્યકરો અને આગેવાનોને ચૂંટણીના સંદર્ભમાં માર્ગદર્શન આપશે.

દિન દયાલ હોલની અંદર લગભગ બે કલાક સુધી કાર્યક્રમ ચાલશે. સવારે અમિત શાહ દ્વારા આ કાર્યક્રમનું રાષ્ટ્રવ્યાપી અભિયાનનું લોન્ચિંગ થયા બાદ. દેશભરમાં મેરા પરિવાર ભાજપા પરિવાર કાર્યક્રમ યોજાશે. અમદાવાદમાં પૂરો થયા બાદ અમિત શાહ બપોરે બે વાગ્યે ગોધરામાં યોજાનારા ભાજપના ક્લસ્ટર સંમેલનમાં ભાગ લેશે.

પંચમહાલ દાહોદ અને છોટાઉદેપુરની લોકસભાની બેઠકો માટે ગોધરામાં ક્લસ્ટર સંમેલન યોજાઈ રહ્યું છે અમિત શાહ ગુજરાતમાં બે દિવસનું રોકાણ કરે એવી શક્યતા છે. તેઓ સમય મળશે ત્યારે મુખ્યમંત્રી વિજય રૂપાણી ભાજપના પ્રદેશ પ્રમુખ જીતુભાઈ વાઘાણી સહિતના નેતાઓ તથા આગેવાનો સાથે મિટિંગોનો દોર પણ ચલાવશે. લોકસભાની ગુજરાતની તમામ 26 બેઠકો જીતવા માટેની ચર્ચા-વિચારણા કર્યા બાદ તે અંગેની વ્યૂહરચના પણ ઘડશે.

અમિત શાહ નેતાઓ પાસેથી ગુજરાતની રાજકીય પરિસ્થિતિ અંગેની છેલ્લામાં છેલ્લી વિગતો પણ મેળવશે. તેમજ આગામી દિવસોમાં ઉમેદવારોની પસંદગી કરવા માટે કઈ રીતે આગળ વધી શકાય તે અંગેનું પણ મનોમંથન કરશે.

 

LEAVE A REPLY