Connect Gujarat

ભાજપની રાષ્ટ્રીય કાર્યકારિણીની બેઠકમાં મોદી કરશે સંબોધન

ભાજપની રાષ્ટ્રીય કાર્યકારિણીની બેઠકમાં મોદી કરશે સંબોધન
X

ભાજપની દિલ્હી ખાતે બે દિવસની રાષ્ટ્રીય કાર્યકારિણી બેઠકમાં પ્રથમ દિવસે પક્ષના રાષ્ટ્રીય પ્રમુખ અમિત શાહે પાંચ રાજ્યોમાં યોજાનાર ચૂંટણી અંગે સમીક્ષા બેઠક કરી હતી. જયારે તારીખ 7મી જાન્યુઆરીના રોજ સાંજના પીએમ મોદી સમાપન ભાષણ કરશે.

ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે રાષ્ટ્રીય કારોબારીની બેઠકના પ્રથમ દિવસે સંબોધન કરતા પાંચ રાજ્યોમાં યોજાનાર ચૂંટણી અંગે સમીક્ષા કરી હતી, અને જોરશોર થી ચૂંટણી પ્રચારમાં લાગી જવા માટે કાર્યકર્તાઓને હાંકલ કરી હતી.

આ પ્રસંગે અમિત શાહે નોટબંધી અને સર્જિકલ સ્ટ્રાઇક મોદી સરકારના ઐતિહાસિક નિર્ણયો ગણાવ્યા હતા.નોટબંધી અને સર્જિકલ સ્ટ્રાઇકને દેસવાસીઓનું ભારે સમર્થન મળ્યુ હોવાનો તેમણે દાવો કર્યો હતો.જયારે બંગાળમાં સાંપ્રદાયિક તોફાનો માટે તેમણે રાજ્ય સરકારને જવાબદાર ગણાવી હતી.

આ બેઠકમાં રાજકીય રણનીતિ અંગે પણ ચર્ચા કરાઈ હતી, શનિવારે સાંજે 4 કલાકે વડાપ્રધાન મોદી દ્રારા સમાપન ભાષણ કરવામાં આવશે તેવું જાણવા મળ્યુ છે.

Next Story
Share it