Connect Gujarat
ગુજરાત

ભાજપમાં ભડકો: પંચમહાલના ભાજપ અનુસુચિત જાતિ મોરચાના મંત્રીએ આપ્યું ભાજપ માંથી રાજીનામું

ભાજપમાં ભડકો: પંચમહાલના ભાજપ અનુસુચિત જાતિ મોરચાના મંત્રીએ આપ્યું ભાજપ માંથી રાજીનામું
X

પંચમહાલ જિલ્લાના ગોધરા ખાતે આવેલ સર્કિટ હાઉસમાં લોકજનશક્તિ પાર્ટી(LJP)ના ગુજરાત પ્રદેશના અધ્યક્ષની આગેવાની હેઠળ પાર્ટી સંગઠનની મિટિંગ યોજવામાં આવી હતી. આ મીટીંગમાં જિલ્લાના ભાજપના અનુસુચિત જાતિ મોર્ચાના મંત્રી સુરેશ પરમાર સહિત અનેક કાર્યકરો ભાજપ માંથી રાજીનામું આપી લોકજનશક્તિ પાર્ટીમાં જોડાયા હતા. જેમનું પાર્ટીના પ્રમુખે ખેસ પહેરાવી સ્વાગત કર્યુ હતું.

ગોધરા

સર્કિટ હાઉસમાં લોકજનશક્તિ પાર્ટીએ ગુજરાત પ્રદેશના અધ્યક્ષ પંકજકુમાર રામાનુજની

અધ્યક્ષતામાં મીટિંગ યોજી હતી. જેમાં પાર્ટીનું સંગઠન મજબૂત બને તેમજ આગળની રણનીતિ

અંગે જરૂરી ચર્ચા સાથે પાર્ટીના કાર્યકરોને યોગ્ય કામગીરી કરવા જણાવ્યું હતું. આ

મીટીંગમાં જિલ્લા ભાજપ અનુસુચિત જાતિ મોર્ચાના મંત્રી સુરેશભાઈ પરમાર સહિત અનેક

કાર્યકરો ભાજપ છોડીને લોકજનશક્તિ પાર્ટીમાં જોડાયા હતા. લોકજનશક્તિ પાર્ટીના

ગુજરાતના અધ્યક્ષ પંકજ કુમાર રામાનુજે ખેસ પહેરાવી તેમનું સ્વાગત કર્યુ હતું. સાથે

જ તેમની લોકજનશક્તિ પાર્ટીમાં જિલ્લા મહામંત્રી તરીકે નિમણુંક કરી હતી.

Next Story
Share it