મંગળવારના રોજ સવારે ભાજપની www.bjp.org વેબસાઇટ હેક થઈ હતી તેના થોડા કલાકો પછી કોંગ્રેસ પાર્ટી ની www.gujaratcongress.in નામની વેબસાઇટ અસમાજિક તત્વો ધ્વારા હેક કરવામાં આવી છે.

થોડા જ કલાકો પહેલા કોંગ્રેસ પક્ષની પાર્ટીના સોશિયલ મીડિયાના વડા દિવ્યા સ્પંડનાએ જણાવ્યું હતું કે, “જો તમે ભાજપની વેબસાઇટ પર નજર નાખો તો હમણાં જ તમે ગુમ થઈ જશો.” એના થોડા જ કલાકોમાં કોંગ્રેસ ની વેબ સાઇટ અસમાજિક તત્વો  www.gujaratcongress.in હેક કરવામાં આવી હતી.

આજે ઇન્ટરનેટ ના યુગમાં આવો બનાવ એ પણ જ્યારે વિધાનસભાની ચૂંટણી નજીક હોય ત્યારે,ભાજપ અને કોંગ્રેસ એક બીજાને આલોચના કરવા તત્પર રહે છે બીજી તરફ લોકોનું સંદેશા માધ્યમ ગણાતી વેબસાઇટ કોઈ અસમાજિક તત્વો દ્વારા હેક કરવામાં આવી રહી છે.

આજ રોજ અમદાવામાં વડાપ્રધાન જ્યારે “श्रम योगी मानधन ” યોજનાનુ લોંચિંગ કરાયું ત્યારે www.bjp.org વેબસાઇટ કથિત કારણોસર બંધ હતી બીજી તરફ શીલા દિક્ષિત AAP સાથે કોઈ ગઠબંધન નહીં રાખે તેવા સમાચાર મળતાની સાથે થોડા જ કલાકોમાં www.gujaratcongress.in નામની કોંગ્રેસ ની વેબસાઇટ અસમાજિક તત્વો દ્વારા હેક કરી દેવામાં આવી હતી.

 

LEAVE A REPLY