Connect Gujarat

ભારતની મીરાબાઈ ચાનુનો વેઈટ લિફ્ટિંગની વર્લ્ડ ચેમ્પિયનશીપમાં ગોલ્ડ મેડલ મેળવ્યો 

ભારતની મીરાબાઈ ચાનુનો વેઈટ લિફ્ટિંગની વર્લ્ડ ચેમ્પિયનશીપમાં ગોલ્ડ મેડલ મેળવ્યો 
X

ભારતની મીરાબાઈ ચાનુએ અમેરિકામાં યોજાયેલી વર્લ્ડ વેઈટ લિફ્ટિંગ ચેમ્પિયનશીપમાં 48 કિગ્રા વજન વર્ગમાં કુલ મળીને 194 કિગ્રા વજન ઉંચકીને નવો વર્લ્ડ રેકોર્ડ સર્જવાની સાથે ઈતિહાસ રચી દીધો હતો. આ સાથે ભારતે 22 વર્ષ બાદ વેઈટ લિફ્ટિંગની વર્લ્ડ ચેમ્પિયનશીપમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો.

છેલ્લે 1995માં ભારતની કર્ણ્મ મલ્લેશ્વરીએ ગોલ્ડ મેડલ જીત્યો હતો. મીરાબાઈ વર્લ્ડ વેઈટ લિફ્ટિંગ ચેમ્પિયનશીપમાં ગોલ્ડ મેડલ જીતનારી ભારતની માત્ર બીજી ખેલાડી બની ગઈ છે. તેણે સ્નેચમાં 85 કિગ્રા અને ક્લિન એન્ડ જર્કમાં 109 કિગ્રા વજન ઉંચકીને ઈતિહાસ રચી દીધો હતો.

Next Story
Share it