Connect Gujarat

ભારતનું ભુમી માર્ગ વિશ્વમાં બીજા સ્થાને

ભારતનું ભુમી માર્ગ વિશ્વમાં બીજા સ્થાને
X

ઘરે થી નીકળતાની સાથે જ માનવી પોતાની મંજિલ સુધી પહોંચવા માટે રસ્તા નો ઉપયોગ કરે છે, કલ્પના પણ કરી નહિ હોય કે આ માર્ગ ક્યાર થી વિકાસ માં આવ્યો અને હાલ માં કેટલા કિલોમીટર ના વિસ્તાર માં પથરાયેલો છે રસ્તો.

રસ્તા ના નિર્માણ સાથે જ માર્ગ પરિવહન ને ખુબ જ પ્રોત્સાહન મળ્યુ છે અને 24 કલાક વાહન નો ની અવર જવર થી રાષ્ટ્રીય ધોરી માર્ગો ધબકતા રહે છે. મોતીઓની માળા ને જેવી રીતે દોરી બાંધી રાખે છે એમ જ શહેર અને ગામને જો કોઈ એક સૂત્ર માં પરોવે છે તો તે છે માર્ગ.રાજકારણીઓ ના ચૂંટણી મુદ્દાનો પણ એક મુદ્દો છે રસ્તો.

દેશના અર્થતંત્ર નો મુખ્ય આધાર તેના પરિવહન તંત્ર પર હોય છે કેમ કે તેની સીધી અસર નાના તેમજ મોટા ઉદ્યોગોને થાય છે. પરિવહન તંત્ર જેટલું સુગમ અને મજબૂત દેશ એટલો જ ઝડપી વિકાસ સાધી શકે છે.સડક માર્ગ યાતાયાત,વ્યાપાર અને નિજી જીવન માટે મહત્વ પૂર્ણ છે.ભારત દેશ વિશ્વમાં 5,472,144 કિલોમીટર 31 માર્ચ 2015 ની રિપોર્ટ મુજબ રોડ નેટવર્કમાં બીજુ સ્થાન ધરાવે છે.

ભારતમાં પ્રથમ રસ્તો અંદાજે 2800 ઇ.પૂ. હડપ્પા અને મોહેં-જો-દરોના સિંધુ ખીણની સંસ્કૃતિ માં હતો એવું કહેવાય છે.જોકે ભારત દેશમાં આઝાદી પછી 1947 થી 1988 સુધી કોઈ પણ રસ્તો કે યાતાયાતનો કોઈ પણ નવો પ્રોજેક્ટ કરવામાં આવેલો નથી એમ છતાં પણ ભારત દેશ વિશ્વમાં રોડ બાબતે બીજુ સ્થાન ધરાવે છે ભારતમાં સૌથી લાંબો માર્ગ રાષ્ટ્રીય રાજમાર્ગ 44 છે જેની લંબાઈ 3,745 કિ.મી. છે એના પછી રાષ્ટ્રીય રાજમાર્ગ 6 જેની લંબાઈ 1949 કિ.મી. છે.

રેલ માર્ગ,હવાઈ માર્ગ અને ભુમી માર્ગ એમ ત્રણ પૈકી ભૂમિ માર્ગ નો ઉપયોગ સરળ અને સૌથી વધુ થતો હોવાનું કહેવાય છે કારણે કે જ્યાં રેલવે કે હવાઈ જહાજ નથી પહોંચી શકતા ત્યાં રોડ ના માધ્યમ થી પહોંચવુ જ સરળ હોય છે.

Next Story
Share it