Connect Gujarat
ગુજરાત

ભારતભરના શિવાલયોમાં ગુંજી ઉઠશે... હર હર મહાદેવ... અને ૐ નમઃ શિવાયનો નાદ...

ભારતભરના શિવાલયોમાં ગુંજી ઉઠશે... હર હર મહાદેવ... અને ૐ નમઃ શિવાયનો નાદ...
X

‘ૐ ત્ર્યંબકમ યજા મહે સુગંધીમ પુષ્ટિનવર્ધનમ્‌,ઉર્વા ઋકમિવ બંધના મૃત્યોનર્મોક્ષી યમામૃતામ્‌'

ભારતીય સાંસ્કૃગતિમાં પાવનકારી અને પવિત્ર ગણાતા શ્રાવણ માસનો ભવ્યન પ્રારંભ આજથી ૭મી ઓગષ્ટભને બુધવારના દિનથી થઇ રહ્યો છે. જીવનને શિવમય બનાવી ધન્યનતા પામવાનો અનેરો અવસર એટલે જ શ્રાવણ માસ.ભોલાનાથની પુજા, અર્ચના અને આરાધના કરી રિઝવવા ભાવિકોમાં અનેરો થનગનાટ જણાય છે.

જળ, દુધ, પુણ્યા અને બિલીપત્રોના અભિષેક વચ્ચેજ ગુંજી ઉઠશે હર હર મહાદેવ અને ૐ નમઃ શિવાયનો નાદ. શિવાલયોમાં ઉમટશે ભકતોના ઘોડાપુર ભારતભરના નામી-અનામી શિવાલયોમાં અબાલ વૃધ્ધછ સૌ શિવભકિત માટે આતુર બન્યાશ છે. આપણી સંસ્કૃ્તિમાં વિક્રમ સવંતના દરેક માસનું મહાત્મીય કાઇક અનેરૂ અને અદકેરૂ જ જોવા મળે છે.

શ્રાવણ માસ એટલે શિવપુજા માટેનો શ્રેષ્ઠદ માસ ભગવાન શિવજીની ઉપાસનાનો પવિત્ર માસ વ્રત, જપ, એકટાણા અને ઉપવાસ કરી મનને પવિત્ર કરવાનો માસ.વર્ષ દરમિયાન મનમાં બાજેલા મોહ-મમતા-વાસનાના વિકારોના પડાવોને ભગવાનની ઉપાસના કરીને દુર કરવાનો માસ એટલે શ્રાવણ માસ... પ્રમાદને લીધે આખુ વર્ષ તો યોગ્યા રીતે ભગવાનની ઉપાસના નથી કરી શકતા ત્યા રે એક માસ ભગવાન શિવજીની આરાધના માટે કાઢીએ.શ્રાવણના હળવા સરવરિયા વચ્ચેે પ્રત્‍યેક શિવ મંદિર ‘ૐ નમઃ શિવાય'ના પંચાક્ષરી મંત્રથી ગુંજી ઉઠશે. ભગવાન શિવની ઉપાસનામાં ‘ૐ નમઃ શિવાય'નું આગવુ મહત્વય છે. એકાગ્ર ચિત્તથી તથા શુધ્ધે અંતઃકરણથી આ મંત્રનો જાપ મનુષ્યનને દરેક પાપોમાંથી મુકિત અપાવે છે.

આમ તો આ મંત્રમાં માત્ર પાંચ જ અક્ષર છે પરંતુ બધી વિદ્યાઓના મંત્ર બીજરૂપ છે. જેમ વડના બીજમાં મહાન વટવૃક્ષ છુપાયુ છે. તેમ આ મંત્ર અતિતાનો હોવા છતાં પણ તે મહા અર્થથી પરિપુર્ણ છે. જાણે આ મંત્રમાં વેદીની સરિતા છે.

ભગવાન શંકરની આજ્ઞાથી સિધ્ધં થયેલો અને મોક્ષ અપાવનારો છે. આ મંત્ર... ખુદ ભગવાન શંકરે તમામ મનોરથોની સિધ્ધિી માટે આ મંતરનું પ્રતિપાદન કર્યુ હોવાનું કહેવાય છે. ૐ નમઃ શિવાય એ મંત્રમાં ૐ.આ એકાંક્ષરી મંત્રમાં ત્રણે ગુણોથી અતિત સર્વસ, સર્વપરિત ભગવાત શંકર પ્રતિષ્ઠિવત છે એટલે જ જેના હૃદયમાં મંત્ર પ્રતિષ્ઠિ્ત છે તેમને બહુ સંખ્યા બંધ મંત્ર કે જપ જાપની આવશ્યતકતા નથી. આ મંત્રના જપથી પંડિત હોય કે મુર્ખ હોય કે કોઇ અધર્મ મનુષ્યય. સૌ કોઇ આ મંત્રના જાપથી પાપના બંધનમાંથી મુકિત થાય છે.

જેથી જ્ઞાન દ્વારા જીવનના જટિલ કોયડાઓનો હલ કરી શકાય. ત્રિલોચન ભગવાન શંકરે ત્રીજા નેત્રથી દહન કરી શકે છે. કર્મનું બીજુ નામ કામના છે જે બળી ગયા પછી તે કર્મો મનુષ્યંને કનડતા નથી. જે મનુષ્યેએ શિવજીના કૃપાપાત્ર બનવુ હોય તેને જીવનમાં સાદાઇ, સરળતા અને નિર્લેજતા ધારણ કરવા જોઇએ. સર્વ સંપન્નકયુકત કુબેરેશ્વર હોવા છતાં ભસ્મ અને કપાલી બન્યાત છે.

ભગવાન શંકરના દર્શન માત્રથી જ જગતમાં કલ્યાશણની અનુભુતિ થાય છે. દુર્જનોના વિનાશ માટે ભગવાન શિવજી સદાય કટિબધ્ધર રહે છે. ત્રિશુલ ધારણ કરનાર શિવજી ભોળા નથી પરંતુ ભોળાનાથ છે. ભોલેનાથ ભોળા ભકતોનું સંપુર્ણ રક્ષણ કરે છે. તેમના ડમરૂના નિનાદમાંથી ઉત્પાન્નમ થયેલા વ્યા કરણના બીજમંત્રો જ્ઞાનશકિતના પ્રદાતા છે. મનુષ્યમ પાસે કાર્ય, સાધના સફળ કરાવી શકે છે. એક રીતે કહીએ તો કલ્યાનણકારી એટલે કે પરોક્ષકરો કર્મો કરાવી ધીરજ ધરવાનો બોધ ભગવાન નિલકંઠ આપે છે.

ભગવાન શંકરના અનેક નામો છે. ભોલેબાબા, શિવ, મહાદેવ, નિલકંઠ, ઉમાપતિ, મહેશ, શંકર, શંભુ, ત્રિદેવ, આવા અનેક નામો છે અને દરેક નામની પાછળ એકરૂઢ અર્થ રહેલ છે. પવિત્ર એવા શ્રાવણ માસના આગમન પુર્વે જ નામી-અનામી શિવાલયોમાં સાફ-સફાઇ, રંગ-રોગાન, શણગાર, ડેકોરેશન, લાઇટીંગ, વિવિધ પ્રકારે ભોળાનાથના પવિત્ર માસને આવકારવા તડામાર તૈયારીઓ શરૂ થઇ જાય છે. સમગ્ર માસ દરમ્યાન યોજાનારા કાર્યક્રમોની ઝાંખી તૈયાર કરાય છે.

કમળ પુજા.રૂદ્રાભિષેક સહિતના કાર્યક્રમોમાં ભાગ લેવા હજારો, લાખો ભાવિકો થનગનતા હોય છે. શિવાલયોમાં ભગવાન શંકરના લિંગ પર અભિષેક કરવા વહેલી સવારથી જ લાંબી કતારો જોવા મળે છે. શિવભકતો દ્વારા દેવાધિદેવ ભોળાનાથની વિશેષ પુજા અને આરતી કરાશે. ભકિત અને આસ્થામના સંગમ સમા આ શ્રાવણ માસમાં લઘુરૂદ્ર, રૂદ્રભિષેક, દિપમાળા, બિલીપત્રની પુજા શિવમાનસ પુજાનું અદકેરૂ મહત્વશ રહે છે.શિવ મંદિર નાનુ હોય કે મોટુ વહેલી સવારે અને સંધ્યા ટાણે શિવ પંચાક્ષરસ્ત્રોત, શિવ ચાલીસા, શિવ તાંડવસ્ત્રોત, શિવ મહિમ્નોસ્ત્રોત સહિતનાસ્ત્રોતો તેમજ સ્મૃીશતઓનું પઠન કરવામાં આવશે.

વ્રત, તપ, જપ અને ઉપવાસના ત્રિવેણી સંગમમાં શિવભકતો દુધ, ગંગાજળ, બિલીપત્રો તેમજ પંચામૃતો લઇ શિવ મંદિરે ઉમટી પડશે.

Next Story
Share it