ભારતમાં પ્રથમ વખત આંતરરાષ્ટ્રીય સ્તરે ડ્રોન ઓલિમ્પિક્સ થવા જઇ રહી છે. આગામી ફેબ્રુઆરીમાં એરો ઇન્ડિયા દરમિયાન ડ્રોન ઓલિમ્પિક્સ થશે, જેમાં ડ્રોન બનાવનારી દેશની અને વિદેશની કંપનીઓ ભાગ લેશે. એરો ઇન્ડિયા 2019 બેંગ્લુરુમાં યોજાશે અને  એરો ઇન્ડિયા દરમિયાન 21 ફેબ્રુઆરીએ ડ્રોન ઓલિમ્પિક્સ પણ યોજાશે. જેથી આપણા દેશમાં ડ્રોન સ્ટાર્ટઅપને વધારવામાં મદદ મળશે. આ ઉપરાંત આપણી સેનાને પણ વિદેશી ડ્રોનની ક્ષમતાઓને જાણવાની તક મળશે.

ડ્રોન ઓલિમ્પિક્સ હરિફાઇને બે શ્રેણીમાં વહેંચવામાં આવી છે. એક શ્રેણીમાં 4 કિલો વજનનાં ડ્રોન અને બીજી શ્રેણીમાં ચાર કિલોથી વધુ વજનના ડ્રોન વચ્ચે હરિફાઇ થશે. ડ્રોન ઓલિમ્પિક્સમાં ત્રણ સ્પર્ધા હશે. પ્રથમ સર્વેલિયન્સ હરિફાઇ હશે. જેમાં ડ્રોનની સર્વેલિયન્સની ક્ષમતા ચકાસવામાં આવશે.બીજી સપ્લાઇ ડ્રોન હરિફાઇ હશે અને ત્રીજી હરિફાઇ ફોર્મેશન સપ્લાઇ હશે. એટલે કે એક જ ડ્રોન કેટલી વિવિધ રીતે ઉડાન ભરી શકે છે. ત્રણેય હરિફાઇમાં વિજય પ્રાપ્ત કરનારને કુલ 38 લાખ રૂપિયાનું ઇનામ આપવામાં આવશે.

LEAVE A REPLY