Connect Gujarat

ભારતીય જવાન ભૂલથી પહોંચ્યો પાક. સરહદમાં, ન્યૂઝ જોઇ દાદીનું થયું મોત

ભારતીય જવાન ભૂલથી પહોંચ્યો પાક. સરહદમાં, ન્યૂઝ જોઇ દાદીનું થયું મોત
X

એક તરફ ભારતે ઉરી હુમલાનો બદલો વાળતા સર્જીકલ સ્ટ્રાઇક કરી હતી. ત્યારે આવા સમયે દેશનો એક જવાન એલઓસી ક્રોસ કરીને ભૂલથી પાકિસ્તાનની હદ તરફ જતો રહ્યો હતો. તેમજ આ સમાચાર ન્યૂઝ ચેનલ પર જોઇને યુવાનની દાદીને હ્રદયરોગનો હુમલો આવતા મોત થયું હતું.

dadi

મળતી માહિતી મુજબ મહારાષ્ટ્રના ધુલિયાના બોરવીહીર ગામના અને ભારતીય સેનામાં આર્મ રેજીમેન્ટમાં ફરજ બજાવતા ચંદુ બાબુલાલ ચૌહાણ કાશ્મીરમાં પુંછ સેક્ટરમાં ફરજ બજાવતા હતા. ત્યારે તેમણે ભૂલથી પાકિસ્તાનની સરહદમાં પ્રવેશ કરી દીધો હતો. તેમજ પાકિસ્તાની સેનાએ તેમની ધરપકડ કરી લીધી હતી.

એકતરફ સર્જીકલ સ્ટ્રાઇકના કારણે બંને દેશો વચ્ચેના સંબંધો તણાવપૂર્ણ બન્યા છે. તેવા સમયે એક ભારતીય જવાન ભૂલથી પાકિસ્તાનની સરહદમાં પ્રવેશી ગયો હતો. આ અંગે કેન્દ્રમાંથી ગૃહમંત્રાલયે પાકિસ્તાનને જાણ કરી હતી. જોકે, હજી સુધી પાકિસ્તાન તરફથી કોઇ જવાબ આવ્યો નથી. જ્યારે ભારતીય સેનાના એક અધિકારીએ ચંદુના ભાઇ ભૂષણને ફોન કરીને પૂછપરછ કરી હતી કે ચંદુ ઘેર આવ્યો છે કે નહી.

આ સમગ્ર હકિકતની જાણ જવાનના પરિવારને થતા પરિવાર પણ ગભરાઇ ગયો હતો. ત્યારે રાત્રે ન્યૂઝ ચેનલ પર ચંદુ ચૌહાણ ભૂલથી પાકિસ્તાન સીમામાં જતો રહ્યો હોવાના સમાચાર ચાલતા હતા. તે જોઇને જોઇને ચંદુના દાદીને ધ્રાસ્કો લાગ્યો હતો અને હ્રદયરોગના હુમલાથી તેમનું મોત થયું હતુ.

હાલમાં ચંદુ ચૌહાણ ભૂલથી પાકિસ્તાનની સરહદમાં જતા રહ્યા હોવાથી અને તેમની દાદીના મોતના કારણે સમગ્ર ગામમાં શોકની લાગણી જોવા મળી રહી છે.

Next Story
Share it