Top
Connect Gujarat

ભારતીય જાસૂસી એજન્સી 'રો'ના અધિકારી રવિન્દરના જીવન પર આધારિત ફિલ્મ બનશે

ભારતીય જાસૂસી એજન્સી રોના અધિકારી રવિન્દરના જીવન પર આધારિત ફિલ્મ બનશે
X

આમિર, નો વન કિલ્ડ જેસિકા અને તાજેતરની હીટ રેઇડ ફિલ્મના સર્જક રાજ કુમાર ગુપ્તા હવે સત્ય ઘટના આધારિત ફિલ્મ બનાવવાનું આયોજન કરી રહ્યા છે.

સરહદ ઓળંગી પાકિસ્તાનમાં પ્રવેશનાર રો ના સર્વપ્રથમ એજન્ટ રવિન્દર કૌશિકના જીવન આધારિત પુસ્તક પરથી ફિલ્મ બનાવવાનો હક એણે પ્રાપ્ત કર્યો છે. દેશની જાસૂસી સંસ્થા રોના અંડર કવર એજન્ટ રવિન્દરએ ૨૩ વર્ષની વયે સરહદ ઓળંગી હતી. પાકિસ્તાનની જેલમાં ૪૭ વર્ષની ઉંમરે એનું મૃત્યુ નીપજ્યું હતું. જાસૂસ તરીકે એનું નીકનેમ 'બ્લેક ટાઇગર' હતું.

પાકિસ્તાન મોકલતા પહેલા એને નવી દિલ્હીમાં બે વર્ષ તાલીમ આપવામાં આવી હતી. અસ્ખલિત ઉર્દુ ભાષા બોલી-લખી શકનાર રવિન્દરે પાકિસ્તાનમાં નબી અહમદ શાકિર નામ ધારણ કર્યું હતું. સિવિલિયન ક્લાર્ક તરીકે પાકિસ્તાનની સેનામાં નોકરીએ રહેલ નબી અહમદ મેજરના હોદ્દા સુધી પહોંચ્યો હતો. એણે સ્થાનિક યુવતી સાથે લગ્ન પણ કર્યા હતાં. વર્ષ ૧૯૭૨થી ૧૯૮૩ના સમયગાળામાં એણે રો માટે જાસૂસી કરી હતી.

Next Story
Share it