Connect Gujarat

ભારતીય રેલવેને થશે દર વર્ષે હજારો કરોડો રૂપિયાની આવક, જાણો કેમ

ભારતીય રેલવેને થશે દર વર્ષે હજારો કરોડો રૂપિયાની આવક, જાણો કેમ
X

રેલવે દ્વારા ભાડા સિવાય અન્ય આવક સર્જવા માટે જાહેરાત ક્ષેત્રની મોટી કંપનીઓને પ્લેટફોર્મ, પાટાની નજીક તેમજ રેલવે ક્રોસિંગ પર જાહેરાતો કરવાની પરવાનગી આપીને તેમજ દેશના રેલવે સ્ટેશનો પર લગભગ 2400 જેટલા એટીએમ મશીનો મૂકીને તેમાંથી વર્ષે 2000 કરોડથી વધુની કમાણી કરવાનો નિર્ણય રેલવે મંત્રાલયે લીધો છે.

સૂત્રોના જણાવ્યા રેલવે પ્રધાન સુરેશ પ્રભુ દ્વારા આ અંગેની જાહેરાત ટૂંક સમયમાં જ કરવામાં આવશે જે અંતર્ગત રેલવે પર બ્રાન્ડિગ કરવા ,પ્લેટફોર્મ પર એલઈડી સ્ક્રીન દ્વારા, રેલવે ક્રોસિંગ પર, ટ્રેકની આજુબાજુના વિસ્તારમાં વગેરે સ્થાનો પર જાહેરાત કરવાની અને સાથે સાથે સ્ટેશનો પણ એટીએમ પણ ગોઠવવાની પરવાનગી પણ આપવામાં આવશે જેને બદલામાં ચાર્જ વસુલ કરવામાં આવશે જેના દ્વારા કરોડોની આવક થશે.

આ યોજના શરૂઆતમાં 25 સ્ટેશનો પર શરુ કરવામાં આવશે ત્યારબાદ ક્રમશઃ તેમાં વધારો કરવામાં આવશે.

Next Story
Share it