Connect Gujarat
ગુજરાત

ભારતીય રેલ્વેમાં ફરજ બજાવતા કર્મીઓ સૌથી ખરાબ દિવસો કરી રહ્યા છે પસાર : જે. જી. મહુલકર

ભારતીય રેલ્વેમાં ફરજ બજાવતા કર્મીઓ સૌથી ખરાબ દિવસો કરી રહ્યા છે પસાર : જે. જી. મહુલકર
X

ગોધરા ખાતે યોજાયેલ વેસ્ટર્ન રેલ્વેના વાર્ષિક અધિવેશનમાં હાજરી આપવા આવેલ WRMSના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ જે.જી.મહુલકરે પોતાના વક્તવ્યમાં એક ચોંકાવનારું નિવેદન આપ્યું હતું કે હાલ ભારતીય રેલ્વેમાં ફરજ બજાવતા રેલ કર્મીઓ સૌથી ખરાબ દિવસો પસાર કરી રહયા છે.

વર્તમાન સમયમાં રેલ્વેની અંદર ફરજ બજાવતા રેલ કર્મચારીઓ માટે સૌથી ખરાબ દિવસો હોવાનું જણાવી જે.જી.મહુલકરે દુઃખ વ્યક્ત કર્યુ હતું. સાથે સરકાર રેલ્વે કર્મચારીઓ સાથે ઓરમાયું વર્તન કરી રહી હોવાની પણ વાત કરી હતી. રેલ્વેના મહત્વના એકમોનું ખાનગીકરણ કરી મોટાપાયે ભ્રષ્ટાચાર આચરવા માટે સરકાર દ્વાર ખુલ્લા કરી રહી છે.

રેલ્વે વિભાગમાં મહત્વના એકમોને ખાનગીકરણમાં ધકેલવા સરકાર દ્વારા રેલ કર્મચારીઓ સાથે ખરાબ વ્યવહાર કરવામાં આવી રહયો છે. ત્રણ લાખ પચીસ હજાર કર્મચારીને ફરજના ૫૫ વર્ષની ઉંમરમાં નિવૃત કરી દેવામાં આવી રહયા છે. રેલ્વેમાં બે લાખ ઉપરાંત જગ્યા ખાલી પડી છે તે જગ્યાઓ પણ ભરવાની તસ્દી રેલ્વે વિભાગ દ્વારા લેવામાં આવતી નથી. સૌથી ગંભીર બાબત એ છે કે હાલ સરકારના રેલ મંત્રાલય દ્વારા રેલ્વે કોલોનીઓ પણ વેચવાની હિલચાલ ચાલી રહી છે. ત્યારે એવામાં રેલ્વે કર્મચારીઓના માથેથી છત્ર છાયા છીનવાઈ જવાનો ભય સતાવી રહયો છે.

વેસ્ટર્ન રેલ્વે મઝદૂર સંઘ રેલ્વે કર્મચારીઓના હિત અને અધિકાર માટે છેલ્લા ૧૦૦ વર્ષથી નીડરતા સાથે સરકાર સામે લડી રહી છે, ત્યારે સરકારનું વલણ આજ પ્રમાણેનું રહેશે તો WRMS સંગઠન રેલ કર્મચારીઓના હિત અને અધિકાર માટે જરા પણ પાછી પાણી નહીં કરે. હાલ રેલ્વે કર્મચારીઓ પૂરતી વફાદારી દાખવી સૌથી ઓછા મહેકમ સાથે ફરજ બજાવી રહયા છે, છતાં સરકાર દ્વારા રેલ કર્મીઓ સાથે અન્યાય કરવામાં આવી રહ્યો છે. સરકાર વહેલી તકે આ તમામ મુદ્દાઓને ગંભીરતા પૂર્વક નહિ લે તો આગામી સમયમાં સરકારની શાન ઠેકાણે પાડવા WRMS સંગઠન દ્વારા સરકારને હડતાલ અંગેની નોટિસ પાઠવવામાં આવશે.

Next Story