ફરી વાર ભારતીય સેનાએ એક પરાક્રમ નોંધાવ્યો છે. જમ્મુ કાશ્મીરના અનંતનાગમાં થયેલા થયેલા આતંકી હુમલાનો કારસો રચનાર આતંકી સજ્જાદ ભટ્ટ ને સુરક્ષાબળોએ એનકાઉન્ટરમાં ઠાર મારી નાખ્યો છે.ઘણા સમયથી સેનાને આ આંતકીની શોધ હતી. ત્યારે સુરક્ષાબળોનો દાવો એ છે કે આ પુલવામા હુમલામાં સામેલ છેલ્લો આતંકી હતો જેનો ઠાર કરવામાં આવ્યો છે.

સેનાના સૂત્રોથી મળતી માહિતી મુજબ મંગળવાર સવારે અનંતબાગમાં થયેલા એનકાઉન્ટરમાં સુરક્ષાબળોએ આતંકી સંગઠન જૈશ એ મોહમ્મદના આંતકી સજ્જાદ બટનો ઠાર કર્યો છે. સજ્જાદ ભટ્ટની કારનો ઉપયોગ 14 ફેબ્રુઆરીએ થયેલા પુલવામા સીઆરપીએફ કાફલા પર હુમલા માટે કરવામાં આવ્યો હતો.

તદુપરાંત સૈનાએ બીજા એક આતંકીને પણ ઠાર કર્યો છે. મારવામાં આવેલા આતંકી સોમવારે એટલે કે 17 જૂને પુલવામામાં સેનાની ગાડીમાં થયેલા IED બ્લાસ્ટનો માસ્ટરમાઇન્ડ હતો. હાલ સુરક્ષાબળોની તરફથી પુલવામા અને અનંતનાગમાં સર્ચ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે.

નોંધનીય છે કે 14 ફેબ્રુઆરીએ પુલવામા આત્મઘાતી હુમલામાં કેન્દ્રીય રિઝર્વ પોલીસ બળના 40 થી વધારે જવાન શહીદ થયા  હતા. જમ્મુ કાશ્મીરના અત્યાર સુધીનો સૌથી ભયંકક આતંકવાદી હુમલામાં 14 ફેબ્રુઆરીએ એક આત્મઘાતી હુમલાવરે 200 કિલો વિસ્ફોટક ભરેલા એક વાહનને સીઆરપીએફની એક બસથી પુલવામા જિલ્લામાં શ્રીનગર જમ્મૂ રાજમાર્ગ પર અથડાવી દીધી હતી. જેમાં 40 વધારે સેનાના જવાન શહિદ થઈ ગયા હતા અને જેનો બદલો લેવા સેનાના જવાન આતુર હતા જેના ભાગ રૂપે  સેનાને મોટી સફળતા મળી હતી.

 

LEAVE A REPLY