Top
Connect Gujarat

ભારતીય સેનાના દ્વિતીય કમાન્ડર ઈન ચીફ ૧૨૧મી જન્મ જયંતી નિમિત્તે પોલીસ અને મિલિટરી બેન્ડ સાથે અપાઇ શ્રદ્ધાંજ્લિ

ભારતીય સેનાના દ્વિતીય કમાન્ડર ઈન ચીફ ૧૨૧મી જન્મ જયંતી નિમિત્તે પોલીસ અને મિલિટરી બેન્ડ સાથે અપાઇ શ્રદ્ધાંજ્લિ
X

ભારતીય સેનામાં જેમને પ્રથમ જનરલ બનવાની તક મળી હતી પરંતુ સિનિયર અધિકારીઓને આ તક આપવાની હિમાયત કરનાર હાલારના વીર સ્વર્ગસ્થ રાજેન્દ્રસિંહ જાડેજા ને આજે જામનગરમાં શ્રદ્ધાંજલિ આપવા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.જનરલ સ્વર્ગસ્થ રાજેન્દ્રસિંહ જાડેજા ભારતીય સેનામાં દ્વિતીય કમાન્ડર ઈન ચીફ રહી ચૂક્યા છે તેમને ૧૨૧મી જન્મ જયંતી નિમિત્તે ફૂલહાર કરી પોલીસ અને મિલિટરી બેન્ડ સાથે જીવન જ્યોત એક્સ સર્વિસ મેન વેલ્ફેર ટ્રસ્ટ દ્વારા લાલબંગલા સર્કલ ખાતે શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી.

સ્વ.રાજેન્દ્રસિંહ જાડેજા ની સંક્ષિપ્તમા પરિચય લઈને તો જનરલ મહારાજ સ્વ રાજેન્દ્રસિંહજી જાડેજા DSO નો જન્મ 15મી જૂન 1899 ના રોજ થયો હતો, જનરલ રાજેન્દ્રસિંહજી જાડેજા જામનગર રાજવી પરિવાર સાથે સંકળાયેલા હતા તેમણે પ્રાથમિક અભ્યાસ રાજકોટની રાજકુમાર કોલેજ ખાતે પૂર્ણ કર્યો હતો ત્યારબાદ પોતે મિલેટ્રી માં કેરિયર માટે નિર્ણય લીધો હતો અને રોયલ મીલેટરી કોલેજ સેન્ડ હસ્ટ ઇંગ્લેન્ડ ખાતે અભ્યાસ માટે ગયા હતા તેમણે સેન્ડ હસ્ટ થી પ્રથમ ભારતીય તરીકે સફળતાપૂર્વક બ્રિટીશ ભારતીય આર્મીની રોયલ માં કમિશન ઓફિસર તરીકે 1921માં જોડાઈને સફળતા મેળવી હતી ફેબ્રુઆરી 1941માં દ્વિતીય વિશ્વ યુદ્ધ સમયે તેઓ ઉત્તર આફ્રિકા ગયા પોતે ત્રીજી ભારતીય મોટર બ્રિગેડમાં જોડાયેલ હતા તેમની બ્રિગેડ લિખિયા ખાતે તૈનાત હતી.

DRO તરીકે તેમણે પ્રથમ ભારતીય હોવાનું ગૌરવ પ્રાપ્ત કર્યું હતું આઝાદી બાદ ભારતીય સેનાની મજબૂત બનાવવાની પ્રક્રિયા ચાલી રહી હતી ત્યારે જનરલ રાજેન્દ્રસિંહજી ની કામગીરીથી પ્રભાવિત થયેલા આગેવાનોએ તેમને ભારતીય સેના ના પ્રથમ જનરલ બનવાની રજૂઆત કરી હતી જોકે રાજેન્દ્રસિંહે પોતાના સ્થાને વરિષ્ઠ અધિકારીઓને જનરલ તરીકે પસંદગી કરવામાં આવે તેવો આગ્રહ રાખ્યો હતો જેથી પ્રથમ કમાન્ડર-ઈન-ચીફ તરીકે જનરલ કરી અપ્પાને તક આપવામાં આવી હતી ત્યારબાદ રાજેન્દ્રસિંહ ફિલ્ડ માર્શલ ની પદવી ધારણ કરેલ અને જનરલ રાજેન્દ્રસિંહજી જાડેજા દ્વિતીય કમાન્ડર-ઈન-ચીફ ભારતીય આર્મી તરીકે ફરજ બજાવી હતી અહીં ઉલ્લેખનીય છે કે આ પદવી ત્યારબાદ દેશના રાષ્ટ્રપતિ તરીકે એનાયત કરવામાં આવી હતી તેઓ 1955માં નિવૃત્ત થયા હતા તેમનું નિધન 1 જાન્યુઆરીના રોજ 1964માં થયું હતું.

Next Story
Share it