Top
Connect Gujarat

ભારતે મિસાઈલથી લાઈવ સેટેલાઈટ તોડ્યો : નરેન્દ્ર મોદી

ભારતે મિસાઈલથી લાઈવ સેટેલાઈટ તોડ્યો : નરેન્દ્ર મોદી
X

અંતરિક્ષ ક્ષેત્રમાં ભારતે મોટી સિદ્ધિ હાંસલ કરી છે. દેશના વડાપ્રધાન મોદીએ દેશને સંબોધતા કહ્યું કે, ભારતે આજે પોતાનું નામ અંતરિક્ષ મહાશક્તિ, સ્પેશ પાવરના રૂપે નોંધાવી દીધું. અત્યાર સુધીમાં દુનિયાના ત્રણ દેશ અમેરિકા, રશિયા અને ચીનને આ ઉપલબ્ધી હાંસલ હતી. હવે ભારત ચોથો દેશ છે જેણે આજે આ સિદ્ધિ પ્રાપ્ત કરી છે. દરેક હિંદુસ્તાની માટે આનાથી મોટા ગર્વની પળ ન હોઈ શકે. થોડા સમય પહેલા જ આપણા વૈજ્ઞાનિકોએ અંતરિક્ષમાં 300 કિમી દૂર એલઈઓમાં એક લાઈવ સેટેલાઈટને તોડી પાડ્યો. LEOમાં લાઈવ સેટેલાઈટને 3 મિનિટમાં તોડી પાડવામાં આવ્યો. મિશન શક્તિ અત્યંત અઘરું ઓપરેશન હતું. વૈજ્ઞાનિકો દ્વારા તમામ નિર્ધારિત લક્ષ્ય અને ઉદ્દેશ્ય પ્રાપ્ત કરી લેવામાં આવ્યા.

વધુમાં પીએમ મોદીએ જણાવ્યું કે, આપણા બધા ભારતીયો માટે ગર્વની વાત છે કે આ ઓપરેશન ભારતમાં જ બનેલ એન્ટી સેટેલાઈટ મિસાઈલથી પાર પાડવામાં આવ્યું. બધા જ ડીઆરડીઓના વૈજ્ઞાનિકોને અને બધા જ સંબંધિત અધિકારીઓને આ અસાધારણ સફળતાને પ્રાપ્ત કરવા માટે યોગદાન આપવા બદલ અભિનંદન પાઠવું છે. તેમણે આજે ફરી આપણું ગર્વ વધાર્યું છે. અંતરિક્ષ આપણી જીવન શૈલીનો એક મોટો ભાગ બની ગયો છે. કૃષિ, રક્ષા, ડિઝાસ્ટરમેનેજમેન્ટ, એન્ટરટેઈનમેન્ટ, કોમ્યુનિકેશન, નેવીગેશન, શિક્ષણ, મેડિકલ ક્ષેત્ર વગેરેમાં આપણા ઉપગ્રહોનો લાભ બધાને મળી રહ્યો છે, પછી તે ખેડૂત હોય, માછીમાર હોય, વિદ્યાર્થી હોય, કે પછી કોઈપણ સંસ્થાન હોય આ બધી જગ્યાએ ઉપગ્રહોનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.

ઉલ્લેખનીય છે કે આ ઓપરેશન એક પરિક્ષણના રૂપમાં કરવામાં આવ્યું હતું. ભારતે ખુદના જ સેટેલાઈટને પરિક્ષણ માટે તોડી પાડ્યો હતો. એન્ટી સેટેલાઈટ મિસાઈલથી આવા પ્રકારના ઓપરેશન પાર પાડવામાં સક્ષમ દેશોની યાદીમાં ભારત ચોથા નંબરે પહોંચી ગયું છે. અગાઉ આ સિદ્ધિ અમેરિકા, રશિયા અને ચીને જ હાંસલ કરી હતી. મોદીએ કહ્યું કે વિશ્વમાં સ્પેસ અને સેટેલાઈટનું મહત્વ વધતું જ જશે. જીવન તેના વિના અધુરું થઈ જશે. તેવી સ્થિતિમાં આ બધા ઉપકરણોની સુરક્ષા પુખ્તા કરવી જરૂરી છે. આજની એન્ટી સેટેલાઈટ એ-સેટ મિસાઈલ ભારતની વિકાસયાત્રાની દૃષ્ટિએ દેશને એક નવી મજબૂતી આપશે. હું આજે વિશ્વ સમુદાયને પણ આશ્વસ્ત કરવા માગું છું કે અમે આ નવી સંસ્થા પ્રાપ્ત કરી તે કોઈની વિરુદ્ધ નથી, તે તેજ ગતિથી આગળ વધી રહેલ દેશની રક્ષા કાજે છે. ભારત હથિયારોની હોળની વિરુદ્ધ રહ્યું છે અને આનાથી આ નીતિમાં કોઈ બદલાવ નથી આવ્યો. આજનું આ પરિક્ષણ કોઈપણ પ્રકારના આંતરરાષ્ટ્રીય કાયદોનો ઉલ્લંઘન નથી કરતું. અમે આધુનિક ટેક્નોલોજીનો ઉપયોગ દેશના 130 કરોડ લોકોની સુરક્ષા અને વિકાસ માટે કરવા માગીએ છીએ.

વધુમાં પીએમ મોદીએ કહ્યું કે અમારો ઉદ્દેશ્ય શાંતિ બનાવી રાખવી છે ન કે યુદ્ધનો માહોલ બનાવવો. ભારતે અંતરિક્ષ ક્ષેત્રમાં જે કામ કર્યું છે તેનો મૂળ ઉદ્દેશ્ય ભારતની સુરક્ષા, ભારતના આર્થિક વિકાસ અને ભારતની ટેક્નિકલ પ્રગતિ છે. આજનું આ મિશન શક્તિ આ સપનાઓને સુરક્ષિત કરવા તરફ એક મહત્વનું પગલું છે. જે આ ત્રણેય સ્તંભોની સુરક્ષા માટે જરૂરી છે. આજની સફળતાને આગામી સમયમાં એક સુરક્ષિત રાષ્ટ્ર, સમૃદ્ધ રાષ્ટ્ર તરફ વધતા પગલાંની જેમ જોવું જોઈએ. મહત્વ પૂર્ણ છે કે આપણે આગળ વધીએ અને ખુદને ભવિષ્યની પડકારો માટે તૈયાર કરીએ. આપણા લોકોના જીવન સ્તરમાં સકારાત્મક બદલાવ લાવવા માટે આધુનિક ટેક્નિક અપનાવવી જ પડશે. હું એવા ભારતની પરિકલ્પના કરું છું જે પોતાના સમયથી બે પગલાં આગળનું વિચારી શકે અને ચાલવાની હિંમત પણ એકઠી કરી શકે. બધા દેશવાસીઓને આજની આ મહાન ઉપલબ્ધી માટે ખુબ ખુબ અભિનંદન. આ પરાક્રમને કરનાર બધા જ મારા સાથીઓને ફરી એકવાર અભિનંદન પાઠવું છે.

Next Story
Share it