Connect Gujarat
દુનિયા

ભારત અને બાંગ્લાદેશ આજે આમને સામને

ભારત અને બાંગ્લાદેશ આજે આમને સામને
X

ભારત હજી સુધી બાંગ્લાદેશ

સામે એક પણ ટી-20 હાર્યું નથી

ટી-20ના ઈતિહાસની 1000મી મેચમાં અત્યાર સુધી ભારત સામે અકપણ ટી-૨૦ મેચ ન જીતનાર બાંગ્લાદેશ જીતના જુસ્સા સાથે મેદાને ઉતરશે.

ભારત ઘર આંગણે બાંગ્લાદેશ સામે આજે ત્રણ ટી-20 સીરિઝની પ્રથમ મેચ રમશે. ભારત બાંગ્લાદેશ વચ્ચે અત્યાર સુધીમાં 8 ટી-20 રમવામાં આવી છે. જેમા ભારત એકપણ મેચ હાર્યું નથી. ભારતમાં બંને ટીમ વચ્ચે એકમાત્ર ટી-20 23 માર્ચ 2016ના રોજ રમાઇ હતી. તે વર્લ્ડકપની ગ્રુપ મેચ હતી. જેમાં ભારતે 1 રને જીત મેળવી હતી. બંને ટીમ વચ્ચે અંતિમ ટી-20 18 માર્ચ 2018માં રમાઈ હતી. જેમાં ભારતે 4 વિકેટે જીત મેળવી હતી.

અત્યાર સુધીમાં બાંગ્લાદેશ વિરુદ્ધ સૌથી વધુ રન કરનાર બેટ્સમેન રોહિત શર્મા નિયમિત કપ્તાન વિરાટ કોહલીની ગેરહાજરીમાં ટીમને લીડ કરશે. ઇજાના લીધે જસપ્રીત બુમરાહ અને હાર્દિક પંડ્યા પણ ભાગ લેશે નહિ. ઓલ રાઉન્ડર શિવમ દુબેને પહેલી વાર ટી-20માં તક મળી છે. જ્યારે સંજુ સેમસનની ચાર વર્ષ પછી ટીમમાં વાપસી થઈ છે. સંજુ પોતાની એક માત્ર ટી-20 19 જુલાઈ 2015માં ઝિમ્બાબ્વે સામે રમ્યો હતો. તેણે તે મેચમાં 19 રન બનાવ્યા હતા.

ભારત સામેની શ્રેણી અગાઉ જ બાંગ્લાદેશના કેપ્ટન શાકિબ પર આઇસીસીના એન્ટિ કરપ્શન યુનિટે બે વર્ષનો પ્રતિબંધ મૂકતા બાંગ્લાદેશ પણ હવે ટીમના અનુભવી ખેલાડી શાકિબ અલ હસન વિના જ રમશે. શાકિબની ગેરહાજરીમાં હવે મહમુદુલ્લાહને ટીમનુ સુકાન સોંપવામાં આવ્યું છે. બાંગ્લાદેશ પાસે રહીમ, રહમાન, સરકાર જેવા અનુભવી ખેલાડીઓ છે, જેઓ મેચનું પાસુ પલ્ટી નાંખી શકે તેમ છે, ત્યારે જોવું એ રહ્યુ કે, આ ભારે રસ્સા-કસ્સી વચ્ચે મેચની બાજી કોણ પલટે છે.

Next Story