Connect Gujarat

ભારત સિંધુ જળ સંધિ તોડે તો આંતરરાષ્ટ્રીય ન્યાયાલયની મદદ લેવાની પાક.ની ધમકી

ભારત સિંધુ જળ સંધિ તોડે તો આંતરરાષ્ટ્રીય ન્યાયાલયની મદદ લેવાની પાક.ની ધમકી
X

ભારત સિંધુ જળ સંધિ તોડવાનુ હોવાના સમાચારોને પગલે પાકિસ્તાનમાં હલચલ મચી ગઇ છે. ત્યારે પાકિસ્તાનના વડાપ્રધાન નવાઝ શરીફના સલાહકાર સરતાઝ અઝીઝે મંગળવારે નેશનલ એસેમ્બલીને જણાવ્યું હતું કે આંતરરાષ્ટ્રીય કાયદા મુજબ ભારત સિંધુ જળ સંધિ ભંગ કરી શકે નહી.

સરતાઝ અઝીઝે નેશનલ એસેમ્બલીને જણાવ્યું હતું કે જો ભારત સિંધુ જળ સંધિ રદ કરે છે તો પાકિસ્તાન આંતરરાષ્ટ્રીય ન્યાયાલયનો આશરો લેશે.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે સિંધુ નદીના પાણીને પાકિસ્તાન આવતા રોકવુ તે આર્થિક આતંકવાદ સમાન જ કહેવાશે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ સિંધુ જળ સંધિ અંગેની ચર્ચા માટેની બેઠક બાદ જણાવ્યું હતું કે પાણી અને લોહી એક સાથે ના વહી શકે.

ઉલ્લેખનીય છે કે ઉરીમાં આતંકવાદી હુમલામાં ભારતના 18 જવાનો શહીદ થયા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવભરી સ્થિતી ઉદભવી છે.

Next Story
Share it