ભાવનગર : અલંગ શિપબ્રેકીંગ યાર્ડમાં ઘૂસ્યો દીપડો, દીપડાને પાંજરે પૂરવા સતત બીજા દિવસે પણ પ્રયાસો કરાયા

0

લોકડાઉનમાં જ્યારે માણસો પોતાના ઘરોમાં પુરાયા છે, ત્યારે વન્ય પ્રાણીઓ હવે સુમસામ બનેલા ગ્રામ્યવિસ્તારોમાં ખોરાકની શોધમાં આંટાફેરા  મારતા નજરે પડી રહ્યા છે. જેમાં અલંગ શિપબ્રેકિંગ યાર્ડમાં એક દીપડો આવી ચઢતા તેને પાંજરે પુરાવા માટેની કવાયત હાથ ધરવામાં આવી હતી.

મળતી માહિતી અનુસાર, અલંગ શિપબ્રેકીંગ યાર્ડમાં એક દીપડો ખોરાકની શોધમાં આવી ચઢતા લોકોમાં ભારે દોડધામ મચી જવા પામી હતી, અલંગ શિપયાર્ડ ખાતેના પ્લોટ નંબર 153માં દીપડો આવ્યો હોવાની જાણ વન વિભાગને કરવામાં આવી હતી, ત્યારે તળાજા ફોરેસ્ટના આરએફઓ પોતાની ટીમ સાથે ઘટના સ્થળે પહોંચી શિપના કંપાર્ટમેન્ટમાં ઘુસેલા દીપડાને પકડવા માટેના પ્રયાસો હાથ ધર્યા હતા. પરંતુ દીપડો પાંજરે નહીં પુરાતા ડોક્ટરને બોલાવી દીપડાને ટ્રંકયુલાઈઝ કરી પાંજરે પૂરવા સતત બીજા દિવસે પણ પ્રયાસો કરવામાં આવ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here