Connect Gujarat

ભાવનગર : કમોસમી વરસાદ બન્યો જીવલેણ, વીજકરંટ લાગતાં પાંચ ગાયના મોત

ભાવનગર : કમોસમી વરસાદ બન્યો જીવલેણ, વીજકરંટ લાગતાં પાંચ ગાયના મોત
X

ભાવનગરમાં પણ વાતાવરણમાં પલટો આવતાં કમોસમી વરસાદ વરસ્યો હતો. વરસાદના કારણે વીજથાંભલા પરથી કરંટ ઉતરતાં પાંચ ગાયના મોત થયાં હતાં.

ભાવનગર શહેર

માં ઢળતી બપોરે વાતાવરણ માં એકાએક પલ્ટો આવતાંની સાથે ઝંઝાવાતી પવન સાથે વરસાદ શરૂ

થયો હતો. બરાબર એજ સમયે ભાવનગરના નવાપરા વિસ્તારમાં આવેલ રસાલા કેમ્પમાં નવા

ગુરૂદ્ઘારા વાળા ખાચામાંથી ગાયોનું ધણ બહારની તરફ ભાગ્યું હતું. અચાનક વરસાદ

વરસતાં ગાયો ભડકી હતી અને તેમણે દોટ મુકી હતી. ગાયોનું ઘણ સાંકડી ગલીમાં પ્રવેશી

ગયું હતું જયાં એક થાંભલા પરથી વીજ કરંટ ઉતરતો હોવાથી પાંચ ગાયના મોત થઇ ગયાં

હતાં. ઘટના બાદ સ્થાનિક રહીશો એકત્ર થઇ ગયાં હતાં. પીજીવીસીએલ અને મહાનગરપાલિકાની

ટીમ પણ આવી પહોંચી હતી. આ વિસ્તારમાં સાંકડી ગલીઓ હોવાથી વીજથાંભલાઓ મોટી હોનારત

સર્જી શકે તેમ હોવાથી વીજકંપની તરફથી સલામતીના પુરતા પગલાં ભરવામાં આવે તેવી લોકોએ

માંગ કરી છે.

Next Story
Share it