Connect Gujarat

ભાવનગર : કોરોનાથી બચવાના સંદેશાઓ, સ્લોગનો કાર પર દર્શાવી લોકોમાં જાગૃતિ લાવવા કરાયો અનોખો પ્રયાસ

ભાવનગર : કોરોનાથી બચવાના સંદેશાઓ, સ્લોગનો કાર પર દર્શાવી લોકોમાં જાગૃતિ લાવવા કરાયો અનોખો પ્રયાસ
X

કોરોના વાયરસ વિશ્વના અનેક દેશોમાં ફેલાયો છે, તેમજ વૈશ્વિક્સ્તરે પણ કોરોના વાયરસને મહામારી ઘોષિત કરાઇ છે, ત્યારે જીવલેણ વાયરસથી સુરક્ષિત રહેવા જો કોઈ સૌથી વધુ મહત્વની બાબત હોય તો તે છે લોક જાગૃતિ. અને લોકોમાં આવા જ પ્રકારની લોક જાગૃતિ કેળવાય તે હેતુથી ભાવનગરના એક નાગરિકે અનોખો પ્રયાસ હાથ ધર્યો છે.

ભાવનગરના જાણીતા ગાયક અને પોતાના

એન.જી.ઓ. થકી સેવાકીય પ્રવૃતિઓ ચલાવતા ચુડાસમા જીતેન્દ્ર ઉર્ફે જીતુ જેકસન અને

તેમની ટીમ દ્વારા પોતાની ઈનોવા કારમાં લોકોમાં કોરોના વાયરસ પ્રત્યે મહત્તમ

જાણકારી કેળવાય તેમજ લોકોમાં કોરોનાથી બચવા અંગેની જાગૃતિ આવે તે પ્રકારના સંદેશ, સ્લોગન અને

સૂત્રો લખી સ્વખર્ચે ભાવનગર જિલ્લા તથા શહેરના વિવિધ ગામડાંઓ તેમજ દુર્ગમ

વિસ્તારોમાં ફરી લોક જાગૃતી કેળવવાની ખૂબ સમાજ ઉપયોગી કામગીરી કરવામાં આવી રહી છે, ત્યારે વિવિધ સ્લોગનોથી સજ્જ કારને જિલ્લા કલેકટર ગૌરાંગ મકવાણા, જિલ્લા વિકાસ અધિકારી વરૂણકુમાર બરનવાલ તેમજ અધિક નિવાસી કલેક્ટર ઉમેશ

વ્યાસે નિહાળી સમગ્ર ટીમ દ્વારા હાથ ધરવામાં આવેલ જનજાગૃતિ અભિયાનને બિરદાવ્યું

હતું.

Next Story
Share it