ભાવનગર : કોરોના વાયરસને નાથવા આચાર્યએ શરૂ કરી ઝુંબેશ, જુઓ કેવી રીતે કરે છે કામગીરી

0

ભાવનગર શહેર તથા જિલ્લામાં કોરોના વાયરસ ઝડપથી પ્રસરી રહયો છે ત્યારે શિહોર ગામના વતની અને સરકારી શાળામાં આચાર્ય તરીકે ફરજ બજાવતાં શકિતસિંહ યાદવે ગામડાઓને સેનીટાઇઝ કરવાનું અભિયાન ઉપાડયું છે.

ભાવનગર જિલ્લાના સિહોર ગામના વતની અને  વ્યવસાયે સરકારી શાળામાં આચાર્ય તરીકે ફરજ બજાવતાં શકિતસિંહ યાદવ અને તેમના પત્ની હાલ ગામડાઓમાં ફરીને સેનીટાઇઝરનો છંટકાવ કરતાં નજરે પડી રહયાં છે. સાંપ્રત સમયમાં ભારત દેશ અને ગુજરાતમાં કોરોના વાયરસની મહામારીએ ભરડો લીધો છે ત્યારે વાતાવરણને જંતુ મુકત બનાવવું જરૂરી છે. કોરોના વાયરસથી બચવા માટે સેનીટાઇઝરનો ઉપયોગ કરવા પણ ભલામણ કરવામાં આવી રહી છે. શકિતસિંહ યાદવ અને તેમના પત્ની મકાનો, દુકાનો, જાહેર સ્થળો, વાહનો, શેરીઓ અને મહોલ્લાઓમાં સેનીટાઇઝરનો છંટકાવ કરી રહયાં છે. તેમણે જણાવ્યું હતું કે, અમે  આ કામગીરી અને બપોરના સમયમાં કરીએ છીએ કે જેનાથી આજુબાજુના લોકોને ખબર પણ ન પડે અને બિનજરૂરી લોકોના ટોળા પણ ન વળે.આ કામ કરતા પહેલા અમે જાતે સેનીટાઇઝ થઇને હાથમાં ગ્લોઝ, રૂમાલ ટોપી, ચશ્મા ,માસ્ક વગેરે નો ઉપયોગ કરી સામાજીક અંતર જાળવી આ કામગીરી કરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here