ભાવનગર : જીતુ વાઘાણી પ્રેરિત નંદોત્સવ સમિતિ દ્વારા મટકી ફોડ મહોત્સવ ઉજવાયો 

0
127

ધારાસભ્ય જીતુ વાઘાણી દ્વારા પ્રેરિત નંદોત્સવ સમિતિ આયોજિત-દહીં-હાંડી મહોત્સવ કાર્યક્રમ વિવિધ સ્થાનો પર મહોત્સવ ઉજવાયો. આ કાર્યક્રમ (૧) વિરાણી સર્કલ, કાળીયાબીડ (ર) સંસ્કાર મંડળ સર્કલ (૩) વડાવા પટેલ જ્ઞાતિની વાડી પાસે (૪) શર્મા રોલિંગ મિલની સામે, માઢીયા રોડ (પ) મહાત્મા ગાંધી પ્રા.શાળા નં. ૬૩ની સામે (૬) કૈલાશ વાટિકા, બોરતળાવ જેવા વિવિધ વિસ્તારોમાં મટકી ફોડ મહોત્સવ ઉજવાયો.

આ કાર્યક્રમને સફળ બનાવા માટે પ્રદેશ પ્રમુખ જીતુભાઇ વાઘાણી, સાંસદ ભારતીબેન શિયાળ, જીલ્લાના ધારાસભ્યશ્રીઓ, પ્રભારી મહેશભાઇ કસવાલા, મેયર મનહરભાઇ મોરી તથા બોર્ડ નિગમના ચેરમેનશ્રીઓ, ડાયરેકટરશ્રીઓ, સનતભાઇ મોદી અને જીલ્લા પ્રમુખ મહેન્દ્રસિંહ સરવૈયા, પદાધિકારીશ્રીઓ, નગર સેવકશ્રીઓ, શિક્ષણ સમિતિના ચેરમેનશ્રી તથા સદસ્યશ્રીઓ, શહેર જીલ્લા સંતો-મહંતો, શહેરના ઉદ્યોગપતિશ્રીઓ, સમાજના વિવિધ સંસ્થાના આગેવાનો શ્રેષ્ઠીઓ, શહેર ભારતીય જનતા પાર્ટી ટીમ મંડળ અધ્યક્ષ અને ટીમ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા . આ મહોત્સવ માટે મહારાષ્ટ્રના અલગ અલગ ગામોમાંથી એક સો એક મહારથીઓ દ્વારા મટકી ફોડવાંમાં આવી

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here