Connect Gujarat
ગુજરાત

ભાવનગર પોલીસે પેટ્રોલિંગ દરમિયાન ખંઢેરા ગામની અવાવરૂ સ્કુલમાંથી વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો

ભાવનગર પોલીસે પેટ્રોલિંગ દરમિયાન ખંઢેરા ગામની અવાવરૂ સ્કુલમાંથી વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો
X

દાઠા તાબેના ખંઢેરા ગામની સ્કુલમાંથી વિદેશી દારૂની બોટલ નંગ-૭૦૫,કિ.રૂ. ૨,૧૧,૫૦૦/-નો મુદ્દામાલ ઝડપી પાડતી આર.આર.સેલ ભાવનગર રેન્જ તથા દાઠા પોલીસ

ભાવનગર રેન્જના પોલીસ નાયબ મહાનિરીક્ષક એ ભાવનગર રેન્જના જીલ્લાઓમાં ગુન્હો કર્યા બાદ જુદા-જુદા રાજય તથા જીલ્લાઓમાં આરોપી નાસતા ફરતા હોય જે નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા માટે ખાસ ઝુંબેશ હાથ ધરેલ હોય જે અનુસંધાને આજરોજ ભાવનગર રેન્જના પોલીસ સબ ઇન્સપેકટર ડી.ડી.પરમાર સાહેબના માર્ગદર્શન અને સુચનાથી આર.આર. સેલના સ્ટાફના માણસો નાસતા ફરતા આરોપીઓની તપાસમાં ભાવનગર ગ્રામ્ય વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા. દરમ્યાન મળેલ બાતમી આધારે આર.આર.સેલના સ્ટાફના માણસો તથા દાઠા પોલીસે રેઇડ કરીને ખંઢેરા ગામમાં બંધ અવાવરૂ નિશાળ (સ્કુલ) માંથી ભારતીય બનાવટની વિદેશી દારૂની પેટી નંગ-૬૦, બોટલ નંગ-૭૦૫ કી.રૂ.૨,૧૧,૫૦૦/- નો મુદ્દામાલ ઝડપી પાડેલ અને રેઇડ હાજર નહિ મળી આવેલ ઇસમ વિજયસિંહ મહિપતસિંહ રાઠોડ રહે.ખંઢેરા તા.તળાજા જી.ભાવનગર વાળા વિરૂધ્ધ દાઠા પોલીસ સ્ટેશનમાં પ્રોહી. એકટ તળે ગુન્હો રજીસ્ટર કરાવેલ છે.

આ કામગીરીમાં આર.આર.સેલ.ના પોલીસ સબ ઇન્સ્પેકટર ડી.ડી.પરમાર સાહેબના માર્ગદર્શન તથા સુચના મુજબ દાઠા પો.સ્ટે.ના પોલીસ સબ ઇન્સ્પેકટર એન.એ.ગોહેલ સાહેબ તથા આર.આર.સેલ સ્ટાફ તથા દાઠા પો.સ્ટે.નો સ્ટાફ કામગીરીમાં જોડાયો હતો.

Next Story
Share it