ભાવનગર : ગુરુપૂર્ણિમા નિમિતે સંત શ્રી મસ્તરામ બાપાના મંદિરે ભક્તોની ભીડ ઉમટી

અષાઢ મહિનાની પૂર્ણિમાને ગુરૂપૂર્ણિમા તરીકે ઉજવવામાં આવે છે. આ દિવસે ગુરૂની પૂજા કરવાનું ખાસ મહત્વ છે. આપણા દેશમાં આ તહેવાર ખૂબ જ શ્રધ્ધા અને ભાવથી ઉજવવામાં આવે છે. પ્રાચીન સમયમાં જ્યારે વિદ્યાર્થી ગુરૂના આશ્રમમાં નિ:શુલ્ક શિક્ષા મેળવતા હતાં, ત્યારે આ દિવસે શિષ્ય શ્રધ્ધાભાવથી પ્રેરિત થઈને પોતાના ગુરૂનું પૂજન કરીને તેમને શક્તિ મુજબ દક્ષિણા આપીને ધન્ય-ધન્ય થઈ જતો હતો. આમ તો ધણાં ગુરૂ થયા છે, પરંતુ વ્યાસ ઋષિ, જે ચારો વેદોના પ્રથમ વ્યાખ્યાતા હતા તેમની આજના દિવસે પૂજા થાય છે. વેદોનું જ્ઞાન આપનારા વ્યાસજી જ છે, તેથી તે આદિગુરૂ કહેવાય છે. અને માટેજ ગુરૂપૂર્ણિમાને વ્યાસ પૂર્ણિમા પણ કહેવામાં આવે છે. તેમની યાદને તાજી રાખવા માટે આપણે પોત-પોતાના ગુરૂઓને વ્યાસજીના અંશ માની તેમની ભક્તિથી પૂજા-અર્ચના કરવી જોઈએ.
[gallery size="full" td_select_gallery_slide="slide" ids="103317,103318,103319,103320,103321,103322,103323,103324,103325,103326"]
ભાવનગર શહેરમાં ગુરૂપૂર્ણિમાની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. શહેરના સંત શ્રી મસ્તરામ બાપાના મંદિરે ભક્તોની ભીડ ઉમટી હતી. સંત શ્રીમસ્તરામ બાપાના દર્શન કરી ભક્તોએ પ્રસાદ લીધો હતો. આ દિવસે ફક્ત ગુરૂ (શિક્ષક) જ નહી, પરંતુ માતા-પિતા, મોટા ભાઈ-બહેન વગેરેની પણ પૂજા કરવાનું કહેવામાં આવ્યું હતું. આ દિવસે વસ્ત્ર, ફળ, ફૂલ અને માળા અર્પણ કરીને ગુરૂને પ્રસન્ન કરી તેમના આશીર્વાદ મેળવવા જોઈએ. કારણ કે, ગુરૂનો આશીર્વાદ જ વિદ્યાર્થીને માટે કલ્યાણકારી અને જ્ઞાનવર્ધક હોય છે. વ્યાસજી દ્વારા રચિત ગ્રંથોનું અધ્યયન અને મનન કરીને તેમના ઉપદેશોનું પાલન કરવું જોઈએ.
ભરૂચ : નર્મદા મૈયા બ્રિજના છેડે ત્રિપલ અકસ્માત, 3 વાહનો એકબીજા સાથે...
5 May 2022 4:27 PM GMTવડોદરા : મગરના મોઢામાં આવી ગયો યુવકનો મૃતદેહ, 3થી વધુ મગરો વચ્ચે...
7 Jun 2022 9:12 AM GMTભાવનગર :મહિલા પીએસઆઈ સાથે બનેલ દુષ્કર્મ કેસમાં અનેક ચોકાવનારા ખુલાસા...
3 April 2022 4:59 PM GMTભરૂચમાં સોશિયલ મીડિયાએ શું લીધો યુવતીનો ભોગ..?, યુવતીએ જાતે દુપટ્ટા...
10 Jun 2022 5:15 AM GMTભરૂચ : રાજ્યભરનો પ્રથમ કિસ્સો, શહેરની એક મહિલા કે જેણે વૈજ્ઞાનિક...
8 May 2022 12:38 PM GMT