Connect Gujarat
ગુજરાત

ભાવનગર : માત્ર ૧૦ રૂપિયાના રોકાણ સાથે નવાગામ પ્રા.શાળાના વિદ્યાર્થીઓએ રૂ. ૯૭,૦૦૦ કર્યા જમા

ભાવનગર : માત્ર ૧૦ રૂપિયાના રોકાણ સાથે નવાગામ પ્રા.શાળાના વિદ્યાર્થીઓએ રૂ. ૯૭,૦૦૦ કર્યા જમા
X

ભાવનગર જિલ્લાની નવાગામ પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓને શાળામાં અભ્યાસની સાથે સાથે આર્થિક બચતના પાઠ પણ શીખવવામાં આવી રહ્યા છે. વિદ્યાર્થીઓ તેમના ખિસ્સા ખર્ચી સહિતના અન્ય રૂપિયા બચાવી "શાળા બચત બેંક"માં જમા કરાવી રહ્યા છે. શાળાના રામહાટ તેમજ કેન્ટીનમાં રોકાણ કરી બચત કરેલા રૂપિયાના નફામાંથી ૧૦% વાર્ષિક વ્યાજ પણ આપવામાં આવે છે.

પ્રાથમિક શિક્ષણના પ્રારંભથી એટલે કે, ધો. ૪થી જ ભાવનગર જિલ્લાના નવાગામ પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓને અભ્યાસની સાથે સાથે આર્થિક બચતના પાઠ પણ શીખવવામાં આવી રહ્યા છે. શાળામાં અભ્યાસ કરતા ધો. ૪થી ૮ના વિદ્યાર્થીઓ માટે "શાળા બચત બેંક" કાર્યરત કરવામાં આવી છે. જીવનમાં કાઈક બનવાના નિશ્ચય સાથે શાળાના વિદ્યાર્થીઓ અભ્યાસ તો કરી રહ્યા છે, પરંતુ તેમને જીવનમાં જો આર્થિક બચતનું મહત્વ ખબર હશે તો જીવન વધુ સરળ બનશે. આવા જ ઉમદા હેતુથી નવાગામ પ્રાથમિક શાળામાં "શાળા બચત બેંક" કાર્યરત કરાઇ છે.

શાળામાં યાસ્મીન માખણીયા

નામની શિક્ષિકા કે, જેઓ વિદ્યાર્થીઓ માટે "શાળા બચત બેંક" ચલાવે છે. જેમાં ધો. ૪થી

૮ના બાળકો પોતાનું ખાતું ૧૦ રૂપિયાના રોકાણ સાથે ખોલાવી

શકે છે. આ બેંકનો વહીવટ પણ બીજી બેંકોની જેમ જ કરવામાં

આવે છે. જેમાં પાસબુકથી લઇ વ્યાજ અને રોકાણ સહિતની ક્રમબદ્ધ સુવિધા તૈયાર કરવામાં આવી છે.

વિદ્યાર્થીઓ શાળા સમય દરમ્યાન ટાઈમટેબલ અનુસાર તેમના નાણા જમા કરાવી કે ઉપાડી શકે છે. જોકે

ખાતામાં મોટી રકમ જમા હોય અને કોઈ વિદ્યાર્થી તેમાંથી મોટી રકમ ઉપાડવા અંગે

શિક્ષકને વાત કરે તો તેમના વાલી સાથે વાતચીત કર્યા બાદ જ નાણાની લેવડ દેવડ કરવામાં

આવે છે. બાળકો ખોટી રીતે નાણા ઉપાડતા

નથી તેનો પણ ખ્યાલ રાખવામાં આવે છે. બચત બેન્કના નાણાને શાળામાં જ બનેલી રામહટ અને

કેન્ટીનમાં રોકાણ બાળકોને ચોપડાથી લઇ કંપાસ, પેન, પેન્સિલ, ચોક, રબ્બર સહિતની

તમામ જરૂરી વસ્તુઓ પૂરી પાડવામાં આવે છે. હાલ નવાગામ

પ્રાથમિક શાળાની "શાળા બચત બેંક"માં રૂપિયા ૯૭,૦૦૦ જેટલી માતબર રકમ

વિદ્યાર્થીઓ દ્વારા બચત રૂપે જમા કરવામાં આવી છે.

આ બેંક છેલ્લા પાંચ

વર્ષથી ખૂબ જ સરળતા પૂર્વક કાર્યરત છે. આ બેંકમાં

ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ ૫૦,૦૦૦ કરતા વધુ રકમની બચત કરી

ચુક્યા છે, જયારે અમુક

વિદ્યાર્થીઓએ ૧૫થી ૨૦ હજાર જેટલી માતબર રકમ છેલ્લા ૩થી ૪ વર્ષમાં એકઠી કરી છે. તો કોઈ વિદ્યાર્થીએ બચતના રૂપિયા

જરૂર પડતા તેમાંથી ઉપાડી પરિવારને મદદરૂપ પણ બની રહ્યા છે. જીવનના પ્રારંભિક

તબક્કામાંથી જ જો આર્થિક બચત કેમ કરવી તેનો ખ્યાલ આવી જાય તો વિદ્યાર્થી પોતે જ તેના ભણતરના ખર્ચનો ભાર હળવો કરી શકે છે. જેથી આ અંગેનું અનુકરણ અન્ય શાળાઓમાં

પણ કરવામાં આવે તે જરૂરી છે.

Next Story
Share it