Connect Gujarat
ગુજરાત

ભાવનગર : યુવાને સજાતીય સંબંધ બાંધવા ત્રણ લોકોને બોલાવ્યાં ઘરે, જુઓ કેવો આવ્યો અંજામ

ભાવનગર : યુવાને સજાતીય સંબંધ બાંધવા ત્રણ લોકોને બોલાવ્યાં ઘરે, જુઓ કેવો આવ્યો અંજામ
X

ભાવનગરના બાલયોગી નગરમાં બનેલાં લૂંટ વીથ મર્ડરના ગુનાનો ભેદ ઉકેલી પોલીસે ચાર આરોપીની ધરપકડ કરી છે. મૃતક સાથે સજાતીય સંબંધો બાંધનારા યુવાને તેના મિત્રોની મદદથી લૂંટના ઇરાદે હત્યા કરી હોવાનો ખુલાસો થયો છે.

ભાવનગર જીલ્લામાં ઘોઘારોડ બાલયોગીનગરમાં રહેતાં જીતેન્દ્ર ગોહિલનો મૃતદેહ પંખા પર લટકતી હાલતમાં મળી આવ્યો હતો. હત્યારાઓએ સોનાચાંદીના દાગીના તથા મોટર સાયકલની લૂંટ પણ ચલાવી હતી. એસપી જયપાલસિંહ રાઠૌડના માર્ગદર્શન હેઠળ એલસીબી તથા ઘોઘારોડ પોલીસે તપાસ હાથ ધરી હતી. જેમાં મૃતકને સજાતીય સંબંધોનો શોખ હોવાથી અનેક લોકોને તેઓ અનેક લોકોના સંપર્કમાં હતાં. પોલીસે ઘોઘારોડ પર રહેતાં વાહીદ ઉર્ફે ઉબેદ હુશેનભાઇ મોદનની અટકાયત કરી પૂછપરછ હાથ ધરી હતી. જેમાં તેણે ગુનાની કબુલાત કરી હતી.વાહીદને મૃતક સાથે સજાતીય સંબંધો હોવાથી તે તેના ઘરે જતો હતો અને તેમની આર્થિક સ્થિતિ વિશે જાણકારી હતી. તેણે લૂંટના ઇરાદે તેના મિત્રોની મદદથી કાવતરૂ ઘડી નાંખ્યું હતું. તેણે પોતાના ત્રણ મિત્રોને મૃતકના ઘરે સજાતીય સંબંધ બાંધવાના બહાને મોકલ્યાં હતાં. જયાં તેમણે મૃતકની હત્યા કરી લૂંટ ચલાવી હતી. પોલીસે સાહિલ કરદોરીયા, આરીફ ઉર્ફે પુનો, ઇકબાલ સૈયદ, સેજાદ ઉર્ફે જીણો તથા વાહીદની ધરપકડ કરી છે.

Next Story
Share it