Connect Gujarat

ભાવનગર : રાજ્યકક્ષાના વિશ્વ મહિલા દિવસની ઉજવણીની પૂર્વ તૈયારીઓ અંગે જિલ્લા કલેક્ટરના અધ્યક્ષ સ્થાને સમીક્ષા બેઠક યોજાઇ

ભાવનગર : રાજ્યકક્ષાના વિશ્વ મહિલા દિવસની ઉજવણીની પૂર્વ તૈયારીઓ અંગે જિલ્લા કલેક્ટરના અધ્યક્ષ સ્થાને સમીક્ષા બેઠક યોજાઇ
X

આંતરરાષ્ટ્રીય વિશ્વ મહિલા દિવસની રાજ્યકક્ષાની ઉજવણી તા. 8મી માર્ચે ભાવનગર ખાતે રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીની ઉપસ્થિતિમાં થનાર છે, ત્યારે તેના પૂર્વ આયોજન અંગે તેમજ સમગ્ર કાર્યક્રમ સુચારૂ રીતે યોજાય તે માટેની સમીક્ષા બેઠક જિલ્લા કલેક્ટર ગૌરાંગ મકવાણાના અધ્યક્ષ સ્થાને જિલ્લા કલેકટર કચેરીના આયોજન ખંડ ખાતે મળી હતી. બેઠક દરમ્યાન સમગ્ર કાર્યક્રમ આયોજનબદ્ધ તેમજ સુવ્યવસ્થિત રીતે યોજાય તે માટે 25 જેટલી વિવિધ સમિતિઓની રચના કરવામાં આવી હતી. દરેક સમિતિ દિઠ નિયુક્ત કન્વીનર તથા સહ કન્વીનર દ્વારા કરેલ કામગીરી તથા કરવામાં આવનાર કામગીરીની કલેક્ટર દ્વારા સમીક્ષા કરી જરૂરી સૂચન તેમજ માર્ગદર્શન પુરુ પાડ્યું હતું.

સમગ્ર બેઠક દરમ્યાન ભાવનગર

મહાનગરપાલિકાના કમિશનર એમ.એ.ગાંધી, જિલ્લા વિકાસ અધિકારી વરુણકુમાર

બરનવાલ, જિલ્લા પોલીસ અધિક્ષક જયપાલસિંહ રાઠોર, અધિક નિવાસી કલેક્ટર ઉમેશ વ્યાસ, જિલ્લા ગ્રામ

વિકાસ એજન્સીના નિયામ, જિલ્લા શિક્ષણાધિકારી, પ્રાંત અધિકારીઓ, મામલતદાર, તાલુકા વિકાસ અધિકારી સહિતના જિલ્લાના સંલગ્ન વિભાગોના અધિકારીઓ ઉપસ્થિત

રહ્યા હતા

Next Story
Share it