Connect Gujarat

ભાવનગર : વડવા ખડીયા કુવા વિસ્તારમાં જૂનું મકાન થયું ધરાશાયી, એક મહિલાનું મોત

ભાવનગર : વડવા ખડીયા કુવા વિસ્તારમાં જૂનું મકાન થયું ધરાશાયી, એક મહિલાનું મોત
X

ભાવનગર શહેરના વડવા ખડીયા કુવા વિસ્તારમાં અચાનક એક જૂનું મકાન ધરાશાયી થવાની ઘટના સર્જાઈ હતી. બનાવને પગલે બે મહિલાઓ કાટમાળ નીચે દબાઈ જતાં આસપાસના લોકોમાં ભારે ભાગદોડ મચી જવા પામી હતી.

મળતી માહિતી અનુસાર, ભાવનગર

શહેરના વડવા ખડીયા કુવા વિસ્તારમાં રહેતા રાજુ હાડાનું જૂનું મકાન અચાનક જ ધરાશાયી

થયું હતું, ત્યારે મકાન ધરાશાયી થવાની ઘટનામાં રાજુ

હાડાના પત્ની અને પુત્રવધુ કાટમાળ નીચે દબાયા હતા. બનાવના પગલે આસપાસના લોકોમાં

ભારે અફરાતફરા મચી હતી.

સમગ્ર બનાવની જાણ ભાવનગર ફાયર

વિભાગને થતાં ફાયરના જવાનો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતા. ત્યાર બાદ કાટમાળ

નીચે દબાયેલી ઇજાગ્રસ્ત બન્ને મહિલાઓને બહાર કાઢી હોસ્પિટલ ખસેડવામાં આવી હતી.

જેમાં સારવાર અર્થે લઇ જવાયેલ રાજુ હાડાના પત્ની મીનાબેન હાડાનું મોત નીપજયું

હતું. મકાન ધરાશાયી થવાની ઘટનામાં હાલ તો પોલીસે મહિલાનું અકસ્માતે મોત નોંધી વધુ

તપાસ હાથ ધરી છે.

Next Story
Share it