Connect Gujarat
Featured

ભાવનગર : સણોસરા ખાતે વિદ્યાર્થીઓને અંતરિક્ષ અને ઉપગ્રહો વિશે જાણકારી અપાઇ

ભાવનગર : સણોસરા ખાતે વિદ્યાર્થીઓને અંતરિક્ષ અને ઉપગ્રહો વિશે જાણકારી અપાઇ
X

સણોસરા ખાતે આવેલાં લોકભારતી કેન્દ્ર ખાતે ભારતીય અંતરીક્ષ સંશોધન કેન્દ્ર ઇસરો દ્વારા મહાન વૈજ્ઞાનિક વિક્રમ સારાભાઈની સ્મૃતિમાં વિજ્ઞાન પ્રદર્શનનું આયોજન કરવામાં આવેલ છે. જેમા ગ્રહો, ઉપગ્રહો અને અંતરિક્ષની અટપટી અને અઘરી માહિતી ખુબ જ સહજ અને સરળરીતે રજૂ કરવામા આવી છે જેમાં ભુલકાઓ મોજ, મસ્તી સાથે હળવા અંદાજમા માણી અંતરિક્ષ વિશેની રસપ્રદ વિગતોથી માહિતગાર બની રહ્યા છે.

સંસ્થાના વડા અરુણ દવે સાથે નિયામક હસમુખ દેવમોરારીના સંકલન સાથે વિક્રમ સારાભાઈ અંતરીક્ષ પ્રદર્શનમાં ઇસરોની સંશોધન વિગતો રજૂ કરવામાં આવી છે.આ વિસ્તારની શાળાઓના વિદ્યાર્થીઓએ અહીં વિવિધ નમૂનાઓ તેમજ નકશાઓ દ્વારા અંતરીક્ષ ની વિગતો મેળવી હતી.જિલ્લા શિક્ષણાધિકારી વ્યાસ પણ આ પ્રદર્શનમાં જોડાયા હતા.વિજ્ઞાન પ્રદર્શન નિહાળવા આવતા વિદ્યાર્થીઓ દ્વારા અહીં પ્રદર્શન સાથે ચિત્રપટ અને પ્રશ્નોત્તરીમાં ઉત્સાહભેર પણ ભાગ લઈ સંસ્થા દર્શનનો પણ લાભ મેળવી રહ્યા છે.

Next Story