Connect Gujarat
ગુજરાત

ભાવનગર: સ્ત્રીઓના ઉદ્ધાર માટે સ્ત્રી કેળવણી મહત્વની છે: રેન્જ આઈજી અશોકકુમાર યાદવ

ભાવનગર: સ્ત્રીઓના ઉદ્ધાર માટે સ્ત્રી કેળવણી મહત્વની છે: રેન્જ આઈજી અશોકકુમાર યાદવ
X

આજે ભાવનગર રેન્જ આઈજી અશોકકુમાર યાદવના જન્મદિવસ ની શુભેચ્છા અને આવિ રહેલ રક્ષાબંધન પર્વ નિમિત્તે બનાસકાંઠા જિલ્લાના વિરપુર ગામની કન્યાતીર્થ શાળાની બહેનો રાખડી બાંધવા માટે આવેલ અને આઇજી અને એસ.પી ને રાખડી બાંધીને રક્ષાબંધન તહેવારની ઉજવણી કરવામાં આવી.

[gallery size="full" td_select_gallery_slide="slide" ids="106603,106604,106605,106606,106607,106608,106609,106610"]

કન્યાતીર્થ શાળાના ડાયરેકટર દશરથ કુમાર ભટ્ટે જણાવ્યું કે ૨૦૧૨ ની સાલ માં સાહેબ શ્રી અશોકકુમાર યાદવ જ્યારે બનાસકાંઠા જિલ્લાના S.P તરીકે ફરજ બજાવતા હતા ત્યારે તેમ્ણે જીલ્લાનાં અતિ પછાત અને આદિવાસી વિસ્તાર એવા વિરપુર ગામની મુલાકાતે આવેલ અને ત્યાગી પરિસ્થિતિ અને લોકોને જોતા તેઓ એ આ વિસ્તારની ગરીબ તમામ દિકરીઓ ને ઉચ્ચ અને સારુ શિક્ષણ મળે તેમજ બધીજ સારી સગવડો સાથે ઉચ્ચસ્તરીય અભ્યાસ કરી સમાજમાં આગળ વધે તેવા સારા વિચારે ૩૫૦ દિકરીઓ ને અભ્યાસ માટે મદદરૂપ થાય છે.

દર વર્ષે અશોકકુમાર યાદવ સાહેબ ના જન્મ દિવસે જન્મદિવસની ઉજવણી કરે છે અને રક્ષાબંધન તહેવાર નિમિત્તે રાખડી બાંધે છે અને તેમના દીર્ઘ આયુ ની ઈશ્વર પાસે પ્રાર્થના કરે છે.

Next Story
Share it