Connect Gujarat
ગુજરાત

ભીમપોર ગ્રામ પંચાયતમાં ચોથા રમતોત્સવનું કરાયું ભવ્ય આયોજન

ભીમપોર ગ્રામ પંચાયતમાં ચોથા રમતોત્સવનું કરાયું ભવ્ય આયોજન
X

ભીમપોર ગ્રામ પંચાયતમાં ચોથા રમતોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું, આ રમતોત્સવમાં 15 થી 30 વર્ષની ઉંમરના કિશોરો,યુવાનો અને યુવતીઓ તેમજ 30 થી 50 વર્ષ સુધીની સ્ત્રીઓ અને

પુરુષો માટે અનેક પ્રકારની રમતોનું આયોજન કરવામાં આવ્યું હતું.

જેમાં કીશોરો અને યુવક યુવતીઓ માટે લાંબી કૂદ, ઊંચી કૂદ, ૧૦૦ અને ૨૦૦ મીટરની દોડ જેવી વિવિધ રમતોમાં ભાગ લીધો હતો. જયારે ૩૦ થી ૫૦ વર્ષની મહિલાઓ અને પુરુષો માટે સોઈ દોરો, સિક્કા શોધ અને સંગીત ખુરસી જેવી વિવિધ મનોરંજક રમતોનું આયોજન કરવામાં આવ્યું હતું.

દરેક રમતોમાં પ્રથમ, દ્વિતીય અને તૃતીય સ્થાને રહેનાર ખેલાડીઓનું ગ્રામ પંચાયત દ્વારા પ્રોત્સાહક ઇનામો આપીને સન્માન કરવામાં આવશે, રમતોસ્તવ પ્રસંગે ભિમપોર સરપંચ નિર્મળાબેન પટેલ, ઉપસરપંચ નવીન પટેલ, દિપક પટેલ, કડૈયા સરપંચ શંકરભાઇ પટેલ, મરવડના અગ્રણી સોમાભાઈ પટેલ, ગ્રામ પંચાયતના સભ્યો તેમજ ગામના અગ્રણીઓ અને યુવા યુવતીઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.

Next Story