Connect Gujarat
ગુજરાત

ભુજ:કોડકી રોડ પર ખારી નદીના પુલની ખાઈમાં ૧૦૦ થી ૧૫૦ ફૂટ ઊંડે કાર ખાબકી

ભુજ:કોડકી રોડ પર ખારી નદીના પુલની ખાઈમાં ૧૦૦ થી ૧૫૦ ફૂટ ઊંડે કાર ખાબકી
X

ભુજના કોડકી રોડ પર આવેલી ખારી નદીના પુલની ખાઈમાં ૧૦૦ થી ૧૫૦ ફૂટ ઊંડે કાર ખાબકી હતી જેને મહામહેનતે બહાર કાઢવામાં આવી હતી.

ભુજની ભાગોળે ભુજ - કોડકીને જોડતા રોડ પર ખારી નદીની કોતરો વાળી ખાઈ આવેલી છે.કોડકીપુલની અંદર ગત રાત્રીના કાર ખાબકી હતી.૧૦૦ થી ૧૫૦ ફૂટની ઊંડાણમાં કાર પડતા તેમાં ભારે નુકશાની થઈ હતી. આજે સવારે લોકોને જાણ થતાં લોકોના ટોળેટોળા ઉમટ્યા હતા.બાદમાં ક્રેઇન વડે કારને બહાર કઢાઇ હતી.બનાવમાં પોલીસ ચોપડે કોઈ નોંધ નથી તો જાનહાનીના સમાચાર નથી. પણ કાર ખારી નદીના પુલમાં કઈ રીતે ખાબકી તે હજી સ્પષ્ટ થઈ શક્યું નથી.આ બનાવે લોકોમાં ભારે કુતુહુલતા સાથે ચકચાર જગાવી છે.

Next Story
Share it