Top
Connect Gujarat

ભુજના ધાણેટી અને BKT કંપની વચ્ચેના માર્ગ પર અકસ્માતમાં બે યુવતી સહિત 3 લોકોનાં મોત

ભુજના ધાણેટી અને BKT કંપની વચ્ચેના માર્ગ પર અકસ્માતમાં બે યુવતી સહિત 3 લોકોનાં મોત
X

ભુજ તાલુકાના ધાણેટી અને BKT કંપની વચ્ચેના માર્ગ પર આજે વહેલી સવારે સર્જાયેલાં ગોઝારા માર્ગ અકસ્માતમાં બે યુવતી સહિત 3 લોકોનાં મોત નીપજ્યાં છે.જ્યારે સાત ને ઇજાઓ પહોંચી છે.

[gallery td_gallery_title_input="ભુજના ધાણેટી અને BKT કંપની વચ્ચેના માર્ગ પર અકસ્માતમાં બે યુવતી સહિત 3 લોકોનાં મોત" td_select_gallery_slide="slide" size="large" ids="92853,92854,92855,92856,92857,92858,92859,92860,92861"]

ભુજ-માધાપરના ત્રણ પરિવારો મહેસાણા વોટર પાર્કની મજા માણી આજે સવારે ઈકો કારમાં પરત ફરી રહ્યાં હતા ત્યારે આ દુર્ઘટના ઘટી હતી. સામેથી આવતા આઈસર ટ્રક અને કાર સામસામે ટકરાતાં ઈકો કારનો કડુસલો બોલી ગયો હતો.જેમાં કારના ડ્રાઈવર રાજેશ પ્રભાશંકર ગોર, હિરલબા રાજુભા વાઘેલા અને પૂજાબેન ધનજીભાઈ ભુડીયાના મોત નીપજ્યાં હતા.

દુર્ઘટનામાં શ્વેતા અરૂણભાઈ ગોર ,કસ્તુરબેન ધનજીભાઈ ભુડીયા , સન્ની રાજેશ જોશી, રિધ્ધિ રાજેશ જોશી, હેત્વી રાજેશ ગોર, ધરમબા રાજુભા વાઘેલા અને સ્નેહા મનીષભાઈ મોતાને ફ્રેક્ચર સહિતની હળવી ગંભીર ઈજાઓ પહોંચતા 108 મારફતે જી.કે. જનરલ હોસ્પિટલે ખસેડાયાં હતા. દુર્ઘટના સર્જનારાં ટ્રકચાલકની પધ્ધર પોલીસે અટકાયત કરી લીધી છે. આ ઘટનાએ પંથકમાં ભારે અરેરાટી સર્જી છે.

Next Story
Share it