ભુજની માનવજયોત સંસ્થામાં સ્વસ્થ બનતાં ૧૨ માનસિક દિવ્યાંગોએ કર્યું ઘર તરફ પ્રયાણ

આ દિવ્યાંગો પરપ્રાંતીય હતા અને જેમાં અલ્હાબાદનો વ્યક્તિ ૩૫ વર્ષે પોતાના ઘરે પહોંચશે.
જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ ભુજનાં માર્ગદર્શન હેઠળ માનવજ્યોત સંસ્થા ભુજ સંચાલિત રામદેવ સેવાશ્રમ પાલારા-કચ્છ સ્થળેથી ૧૦ અને માનસિક આરોગ્યની હોસ્પીટલ ભુજથી ૨ મળી ૧૨ માનસિક દિવ્યાંગો સ્વસ્થ બની વર્ષો પછી પોતાનાં ઘર તરફ જવા પ્રયાણ કર્યું હતું.
[gallery td_gallery_title_input="ભુજની માનવજયોત સંસ્થામાં સ્વસ્થ બનતાં ૧૨ માનસિક દિવ્યાંગોએ કર્યું ઘર તરફ પ્રયાણ" td_select_gallery_slide="slide" size="large" ids="104392,104393,104394,104395"]
અહીંથી તેઓને શ્રદ્ધા ફાઉન્ડેશન કર્જત મોકલવામાં આવ્યા ત્યાંથી તેઓને તેમનાં ઘર સુધી પહોંચાડવામાં આવશે.આ ૧૨ માનસિક દિવ્યાંગોને શુભેચ્છા પાઠવવા કાર્યક્રમ યોજાયો હતો.સંસ્થાનાં અધ્યક્ષ પ્રબોધ મુનવરે સંસ્થાની અત્યાર સુધી થયેલ પ્રવૃત્તિની સંપૂર્ણ માહિતી આપી હતી. અને જણાવ્યું હતું કે, માત્ર છેલ્લા ૨ વર્ષનાં ગાળામાં સંસ્થાએ કચ્છમાં રસ્તે રઝળતા અને માર્ગોમાં પડ્યા પાથર્યા રહેતા ૨૬૫ માનસિક દિવ્યાંગોને મનોચિકિત્સક ડો. મહેશભાઇ ટીલવાણી પાસેથી સારવાર અપાવી તેઓને સ્વસ્થ બનાવી, તેઓનું ઘર શોધી આપી પરિવારજનો સાથે ફેર મિલન કરાવ્યું છે.
ઉત્તરપ્રદેશનાં ૬, ઓરિસાનો-૧, આંધ્રપ્રદેશનો-૧, મહારાષ્ટ્રના-૨, તથા બિહારનાં-૨ મળી ટોટલ ૧૨ માનસિક દિવ્યાંગો નવા વસ્ત્રોમાં સજ્જ થઇ વર્ષો પછી પોતાનાં પરિવારજનો પાસે જવા પ્રયાણ કરી રહ્યા છે. અલ્લાહબાદનો અજ્યસિંઘ સાડાત્રણ દાયકા પછી પોતાનાં ઘરે પહોંચશે.
ભરૂચ: વર્ષોથી પગે ચાલવામાં અસમર્થ વૃદ્ધો જાતે થયા ચાલતા,જુઓ કોણે...
27 Jun 2022 11:03 AM GMTભરૂચ: કોરોનાના ગ્રહણ બાદ ૩ સ્થળોએથી નીકળશે ભગવાન જગન્નાથની...
27 Jun 2022 10:46 AM GMTભરૂચ: ભાજપ સરકારની પ્રજા વિરોધી નીતિ હોવાના આક્ષેપ સાથે કોંગ્રેસનું...
27 Jun 2022 10:03 AM GMTવડોદરા : શહેર કોંગ્રેસને ધરણા યોજવા લીલીઝંડી ન મળતા ગાંધી ગૃહ ખાતે...
27 Jun 2022 9:47 AM GMTવડોદરા: આપના કોર્પોરેટર અને કાર્યકરોને પોલીસ ખોટી રીતે હેરાન કરતી...
27 Jun 2022 9:01 AM GMT