Connect Gujarat
ગુજરાત

ભુજમાં મિરઝાપર રોડ પર અનઅધિકૃત પાકા દબાણો તોડી પડાયા

ભુજમાં મિરઝાપર રોડ પર અનઅધિકૃત પાકા દબાણો તોડી પડાયા
X

ભુજ શહેરના મિરઝાપર રોડ પર અનઅધિકૃત પાકા દબાણો તોડવાની કામગીરી પોલીસ બંદોબસ્તને સાથે રાખીને કરવામાં આવી છે. આગામી દિવસોમાં પણ આ કાર્યવાહી ચાલુ રખાશે.

ભુજ શહેરમાં મંજૂરી વિના આડેધડ બનાવાયેલા બાંધકામનો ખડકલો થતા તંત્રએ હવે આવા બાંધકામો પર હથોડો વીંઝયો છે. ગઈકાલે ભુજમાં લંઘા શેરીમાં દબાણ તોડી પાડયા હતા.ત્યારે આજે મીરઝાપર રોડ પર અનઅધિકૃત દબાણો તોડવાની કામગીરી આરંભાઈ છે. મેઇન રોડ પર આ પાકા દબાણો ભાડાની મંજૂરી વિના બનાવવામાં આવ્યા હતા જેથી અહીં જેસીબી અને બુલડોઝર અને માનવ શ્રમથી બાંધકામ તોડી પાડવામાં આવ્યું છે આગળ પણ આવી કડક કાર્યવાહી ચાલુ રહેશે તેવું પ્રાંત અધિકારી રવીન્દ્રસિંહ જાડેજાએ જણાવ્યું હતું. કાર્યવાહીમાં ભુજ વિસ્તાર વિકાસ સતા મંડળના અધિકારીઓ અને તંત્રના જવાબદારો હાજર રહ્યા હતા.

Next Story
Share it